આ દુનિયામાં અનેક ભવ્ય અને લક્ઝરી હોટલો આવેલી છે. જેમાં જોવા મળતી સુવિધાઓને જોઈને તમે આશ્ચર્યચકિત થયા વગર રહેશો નહીં. આ હોટલો તેની વિશાળ ઇમારત, વિશાળ ગ્રાઉન્ડ અને આલિશાન રૂમના કારણે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ શું તમે દુનિયાની સૌથી નાની હોટલો વિશે સાંભળ્યું છે? આજે અમે તમને કેટલીક નાની અને વિચિત્ર હોટલો વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશે. કારણ કે આ હોટલો છેવાડાના વિસ્તારોમાં બનેલી છે જ્યાં એકાંતમાં આરામની થોડી ક્ષણો વિતાવવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
વ્હાઇટ ડેઝર્ટ (એન્ટાર્કટિકા)
દુનિયામાં એન્ટાર્કટિકાથી વધુ સારી જગ્યા કઇ હશે અને અહીં હાજર વ્હાઇટ ડેઝર્ટ વિશ્વની સૌથી નાની હોટેલ છે. એન્ટાર્કટિકાના સફેદ બરફમાં બનેલી આ નાનકડી લક્ઝરી હોટેલ દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનથી લગભગ છ કલાક અને બે ખાનગી ફ્લાઈટ્સ જેટલપી દૂર છે. અહીં તમે આઇસ હાઇકિંગ જેવી પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકો છો. તેના રૂમ વૈભવી ઓપ્ટિકલ ફાઈબરથી બનેલા ગોળાકાર કેબિન છે. બરફ પર એક રાત માટે કેમ્પ કરવાનો આ સારો વિકલ્પ છે. દેખીતી રીતે માત્ર ત્યારે જ શક્યા બને જ્યારે હવામાન પરવાનગી આપે છે. વ્હાઇટ ડેઝર્ટ હોટેલના બેડ ખુબ જ આરામદાયક છે અને તે વાંસમાંથી બનેલ છે, અને પ્રાણીનુ ચામડું તમને ગરમ રાખશે. તમારી કેબિનમાં આરામદાયક રોકાણ માટે શાવર અને શૌચાલય જેવી તમામ સુવિધા મળી રહેશે.ટિએરા પેટાગોનિયા, ચિલી
જો તમે થોડા સમય માટે તમારી જાતને ડિજિટલ દુનિયાથી દૂર કરવા માંગતા હો, તો આનાથી વધુ સારી જગ્યા દુનિયામાં કોઈ ન હોઈ શકે. અહીં ન તો ફોનના સિગ્નલ આવે છે અને ન તો રૂમમાં વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ હશે. આવી સ્થિતિમાં, એકલા રહીને અથવા તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પળો પસાર કરવા માટે આનાથી સારી જગ્યા બીજી કોઈ ન હોઈ શકે. અહીંથી તમે ટોરેસ ડેલ પેઈનના શિખરોનો અદ્ભુત નજારો પણ જોઈ શકો છો.
થ્રી કેમલ લોજ, મોંગોલિયા
મંગોલિયામાં થ્રી કેમલ લોજ એ વિશ્વની ભીડ ભાડવાળી જગ્યાથી દૂર આરામની થોડી ક્ષણો પસાર કરવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોબી અલ્ટાઇ પર્વત પર સ્થિત આ હોટેલમાં, તમે મોંગોલિયનના પરંપરાગત જીવનને નજીકથી જોઈ શકશો. જો કે, તમારે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે. આ લોજનું શાંત વાતાવરણ જોઈને તમને અહીંથી પાછા ફરવાનું મન નહીં થાય.
સધર્ન ઓશન લોજ, કાંગારૂ આઇલેન્ડ (ઓસ્ટ્રેલિયા)
સધર્ન ઓશન લોજ એ ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા વચ્ચેની આવેલી છેલ્લી ચેકપોસ્ટ છે, જે કાંગારુ ટાપુ પર હેન્સન ખાડીની ઉપર સ્થિત છે. અહીં તમને જંગલના સુંદર પ્રાણીઓ જોવા મળશે કુદરતી વાતાવરણમાં રહેવાની અનેરી મજા આવશે. તમને સિંહ, સીલ, કોલાસ અને કાંગારૂ જેવા પ્રાણીઓ વચ્ચે સમય પસાર કરવાનો મોકો મળશે. નોંધનિય છે તે આ અદ્ભુત લોજને બહુ ટેકનિકલી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં 21 રૂમ આવેલ છે, જે બધા ટાપુ પરના જહાજોના નામ પર છે. દરેક રૂમમાંથી સમુદ્રના દૃશ્યો અને પ્રાઈવસીની ખાતરી આપે છે. તમે તમારા ઓશન રીટ્રીટના દરેક ભાગમાંથી જંગલી મોજાઓને ઉછળતા જોઈ શકો, અહીં બાથટબ, શાવર, વિશાળ બેડ, લાઉન્જ, ખૂબ જ શાનદાર ગ્રેટ ડેન સ્વિવલ ચેર અને શૌચાલય પણ ઉપલબ્ધ છે, જેમાં ઓસ્ટ્રેલિયન ઈતિહાસની ઝલક જોવા મળે છે.

અહીં તમને આઉટડોર લોન્જ વિસ્તાર પણ મળે છે, જે સૂર્યાસ્ત સમયે એક ગ્લાસ વાઇન માટે યોગ્ય જગ્યા છે. પરંતુ ખરેખર, તમે બપોર પછીના ડ્રિન્ક કે સવારની ચા માટે અથવા કોઈપણ સમયે અંહીનો આ નજારો તમારી ઉંઘ ઉડાડી દેશે, તેની ઊંચી છત અને વિશાળ કાચની બારીઓ તે દૃશ્યને તમારી લાઉન્જ સીટ પરથી જોઈને તમારો દિવસ સુધરી જશે.
સોંગ સા પ્રાઇવેટ આઇલેન્ડ, કંબોડિયા
આ એક નાની હોટેલ કોહ રોંગ સોંગ સા દ્વીપસમૂહના એકાંતમાં સ્થિત છે. આ નાની પ્રોપર્ટી શાંત વાતાવરણ અને પ્રકૃતિની સુંદરતાનું પ્રતિક છે. તમે સ્પીડ બોટ દ્વારા સિહાનૌકવિલેથી 30 મિનિટમાં અહીં પહોંચી શકો છો. સમુદ્રના કિનારે પથરાયેલી રેતી, સૂર્યનો ચમકતો પ્રકાશ અને ફીરોજી પાણી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. સોંગ સાના મોટાભાગના કર્મચારીઓ નજીકના વિસ્તારમાંથી આવે છે, જ્યાં રોજગારીની તકો ઓછી હોય છે અને તેઓને એક અનુકરણીય ધોરણ માટે ઘરે તાલીમ આપવામાં આવી હોય છે.

અહીંનો સ્ટાફ હંમેશા મૈત્રીપૂર્ણ અને વ્યાવસાયિક છે, અને દરેક મહેમાન તેમના આગમન પર ખુશી વ્યક્ત કરે છે અને સારી સુવિધા પ્રદાન કરે છે. તે એક દૂરસ્થ સ્થાન હોવા છતાં, સોંગ સા પાસે અવિસ્મરણીય અનુભવોનો કોઈ અંત નથી, અહીં તમે દરિયાઈ ઘોડાની શોધમાં સવારમાં નિકળી પડો અને બપોર પછી દરિયાઈ જીવવિજ્ઞાનીઓ સાથે મેન્ગ્રોવ્સ ફરવા જઈ શકો છો. અહીં રહેવા માટે જંગલ વિલા, સમુદ્ર વ્યૂ વિલા અને માલદીવિયન શૈલીના ઓવરવોટર વિલા છે. બધાને સમકાલીન-ઉષ્ણકટિબંધીય શૈલીમાં સુંદર રીતે શણગારવામાં આવ્યા છે, જેમાં છાણની છત, ઠંડા પથ્થરની દિવાલો અને મખમલી બેડ જોવા મળશે.
ડેપ્લાર ફાર્મ, આઇસલેન્ડ
આ સ્થળ ફિલજોટ ખીણમાં સ્થિત છે, જે આઇસલેન્ડનો સૌથી નાનો અને અલગ ભાગ છે. જે લોકો શહેરમાં ઘોંઘાટીયા વાતાવરણથી દૂર શાંત વાતાવરણમાં સમય પસાર કરવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ જગ્યા જન્નત છે. તેના રૂમની ડિઝાઇન ખૂબ જ અલગ છે, જેમાં ઘાસથી ઢંકાયેલી છત અને મોટી ફ્લોર-ટુ-સીલિંગ બારીઓ છે. આ બારીઓમાંથી તમે બહારનો સુંદર નજારો જોઈ શકશો.
અહીં શુદ્ધ તાજી હવામાં દૈનિક પ્રવૃત્તિઓમાં સ્નો-શૂઇંગ, ક્રોસ-કંટ્રી સ્કીઇંગ, નદીમાં સ્વિમિંગ, કાયકિંગ અને વ્હેલ જોવાનો સમાવેશ થાય છે. પછી પાછા ફરીને તમે શામનિસ્ટિક મસાજનો આનંદ માણી શકો ઠો, જ્યાં, જો તમે નસીબદાર છો, તો નોર્ધન લાઇટ્સનો નજારો પણ જોઈ શકો છો.
બુશમાન્સ ક્લુફ વાઇલ્ડરનેસ રિઝર્વ, દક્ષિણ આફ્રિકા
બુશમેન્સ ક્લુફ વાઇલ્ડરનેસ રિઝર્વ એ 19મી સદીનું ફાર્મ છે જે દક્ષિણ આફ્રિકામાં સેડરબર્ગ પર્વતોમાં આવેલુ છે. આ જગ્યા કેપ ટાઉનથી લગભગ 260 કિમી દૂર 18000 એકરમાં ફેલાયેલી છે. પથરાળ વિસ્તારોમાં બનેલ આ ફાર્મ જાણે એક અલગ જ દુનિયા હોય તેવો આભાસ કરાવે છે. લોકો અવારનવાર અહીં શાંત વાતાવરણ અને પ્રકૃતિની શોધમાં આવતા રહે છે. નાની સફેદ ઈમારતો કે જે હોટેલ બનાવે છે તે રિઝર્વમાં ફેલાયેલી છે, જે દેખીતી રીતે લેન્ડસ્કેપનો એક ભાગ છે કારણ કે તે ખડકો, લીલા ઘાસ અને સપાટ-ટોપવાળા બાવળના વૃક્ષો વચ્ચે સ્થિત છે. અહી તમને ફર્નિચર પણ અનોખુ જોવા મળશે તેમા પ્રાણીઓના ચિત્રો દોરેલા છે, જે લાકડાથી બનેલ છે અને ઉપરની છત પર લાકડાના બીમ છે.
સ્કાયલોજ એડવેન્ચર સ્યુટ્સ, પેરુ
જો તમે એડવેન્ચરના શોખીન છો, તો આનાથી વધુ સારી જગ્યા શોધવી મુશ્કેલ છે. તેની પારદર્શક કેપ્સુલ ઊંચા શિખરો સાથે લટકતી હોય છે. આ અદ્ભુત કેપ્સુલ લગભગ 440 મીટરની ઉંચાઈ પર પેરુની રહસ્યમય ખીણમાં બનાવવામાં આવે છે અને અહીં પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે.

આ જગ્યા પર રોકાવા માટે 56 છોતી હોવી જરૂરી છે નબળા હ્યદયવાળા લોકો આ જગ્યા પર રોકાઈ શકતા નથી. ખડક સાથે ચિપકેલ નેચુરા વીવે સ્કાયકોન્જ કેપ્સુલથી બનેલ છે, જે 24 ફૂટ લાંબી અને 8 ફૂટ ઊંચાઈ અને પહોળી છે. દરેક એકમ એરોસ્પેસ એલ્યુમિનિયમ અને હવામાન-પ્રતિરોધક પોલીકાર્બોનેટમાંથી હાથથી બનાવવામાં આવેલ છે, તેની આંદર ચાર બેડ, એક ડાઇનિંગ એરિયા અને એક ખાનગી બાથરૂમ સાથે આવે છે, જે બેડરૂમથી ઇન્સ્યુલેટેડ દિવાલ દ્વારા અલગ કરવામાં આવે છે.
