1) પીએમ કિસાન નો 10 મો હપ્તો ક્યારે કયારે મળશે. સરકારે બદલ્યો નિયમ ખેડૂતો જો જો…
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 9 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે. તો 10 મો હપ્તો ક્યારે મળશે? આ યોજનામાં છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિના રજીસ્ટર માટેના નિયમો બદલી નાખ્યા છે.
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમારે રેશનકાર્ડ નંબર ફરજિયાત દાખલ કરવાનો રહેશે. રેશનકાર્ડ નંબર વગર રજીસ્ટર થઇ શકશે નહીં. ઉપરાંત રેશનકાર્ડની PDF અપલોડ કરવાની રહેશે. આધાર કાર્ડ અને બેંક પાસબુક ની જરૂરિયાત નહીં પડે. રજીસ્ટેશન પહેલા કરતા સરળ બની જશે. છેતરપિંડી ને રોકવા માટે મોદી સરકારે આ નિયમો બદલી નાખ્યા છે.
ખેડૂતોને 9માં હપ્તા સુધીની રકમ મળી ચૂકી છે. ત્યારે 10 મો હપ્તો ક્યારે મળશે. સરકારે ગત વર્ષમાં 25/12/2020 ના રોજ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પીએમ કિસાન યોજનાનો 10 માં હપ્તા ની તારીખ સરકારે નક્કી કરી નાખી છે. તમારે રજીસ્ટેશન બાકી હોય તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી લ્યો. જેથી 10 માં હપ્તાનો લાભ મળી શકે. કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બ 2021 સુધીમાં 10માં હપ્તાની રકમ જમા કરવાની યોજના બનાવી છે.
હજી કોઈ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના નું રજીસ્ટ્રેશન બાકી હોય તો ગ્રામ પંચાયતમાં VCA નો સંપર્ક કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવી લેવું. જેથી આ યોજનાનો લાભ મળતો થાય.
૨) ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય, પાક નુકસાની સહાયમાં વધુ 6 જિલ્લાનો સમાવેશ, જાણો કયા જિલ્લાનો સમાવેશ કરાયો
અતિવૃષ્ટિથી પાક નુકશાની સામે ખેડૂતોને સહાય આપવા માટે વધુ 6 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલા ભારે વરસાદના કારણે પાક નુકશાન સામે ગુજરાતના કુલ 17 જિલ્લાના ખેડૂતોને આર્થિક વળતર ચૂકવવામાં આવશે. આ સમાચાર સાંભળી ખેડૂતો ખુશ થયા છે.
કૃષિમંત્રીએ તમામ જિલ્લાના કલેક્ટરોને પાક નુકશાની નો સર્વે કરવા માટે આદેશ આપી દીધો છે સપ્ટેમ્બર માસમાં થયેલી અતિવૃષ્ટિથી પાક નુકશાનીમા વધુ 6 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, ભરૂચ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ તમામ જિલ્લાના કલેકટર પાસેથી સર્વે અંગેની માહિતી મંગાવી અને છ જિલ્લામાં પાક નુકશાનની સહાય ચુકવવા તૈયારી દર્શાવી છે.
અતિવૃષ્ટિના કારણે રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને જામનગર જિલ્લામાં થયેલ 33 ટકા કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રહી પ્રતિ હેક્ટરદીઠ 13000 રૂપિયા ની આર્થિક સહાયનું વિતરણ ચાલી રહ્યું છે. આમ 4 જિલ્લાનાં 15 હજાર થી વધું ખેડૂતોને 32 કરોડ રૂપિયાનીઆર્થિક સહાય બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે.
તેમાં પાછળથી ઉમેરાયેલા અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને પંચમહાલ મળી કુલ 7 જિલ્લાનો સમાવેશ કરાયો હતો આ 7 જિલ્લામાં સર્વેની કામગીરીનાં રિપોર્ટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને સોપવામાં આવ્યા છે. આ જિલ્લામાં પાક નુકશાની સર્વે ની કામગીરી સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી છે. આમ કુલ 17 જિલ્લામાં પાક નુકશાની આર્થિક સહાય ચુકવવામાં આવશે.
સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના કારણે જામનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં પાક નુકશાની પરિસ્થિતિ ઉદભવી હતી. નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જે ખેડૂતોને 33 ટકા કે તેથી વધુ પાક નુકશાન થયેલ હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેકટર દીઠ 13 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી રહી છે. આ સહાય SDRF ધોરણોની જોગવાઇ મુજબ બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેકટર દીઠ રૂપિયા 6800 ચૂકવાશે. બાકીની તફાવતની રકમ હેકટર દીઠ રૂપિયા 6200 બે હેક્ટરની મર્યાદામાં રહી રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
3) ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારથી શરૂ થશે
ઘણા સમયથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારથી થશે તેની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કૃષિ મંત્રીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ માહિતી મળતા ખેડૂતો આનંદિત જોવા મળી રહ્યા છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લામાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાવશે. 20 કિલોના ભાવ રૂપિયા 1110 નક્કી કરવામાં આવ્યા છે ખરીદીની શરૂઆત લાભ પાંચમ (9 નવેમ્બર)ના દિવસથી કરવામાં આવશે.
ખુલ્લા બજારમાં મગફળી વેચાણ 1300 રૂપિયા (20 કિલોગ્રામ) સુધી થાય છે ત્યારે સરકાર ટેકાના ભાવે મગફળી 1110 રૂપિયા (20 કિલોગ્રામ) નક્કી કર્યા છે તો ખેડૂતો ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા આનાકાની કરી રહ્યા છે. અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતો જાણતા હોય છે કે ખુલ્લા બજારમાં મગફળી નું વેચાણ કરવાથી રોકડ રકમ તરત મળી જાય છે અને ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવાથી રોકડ રકમ મળતી નથી અને થોડા દિવસોની રાહ જોવી પડે છે.
ગુજરાત રાજ્યના 155 APMC કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદી સમયે વીડિયો ગ્રાફર અને CCTV કેમેરાની મદદથી ખરીદી કરવામાં આવશે.ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે પુરાવા તરીકે રજુ કરી શકાય.
ખેડૂતને મગફળીના વેચાણની જાણકરી ફોન કે મેસેજ દ્વારા આપવામાં આવશે. તમારે વેચાણ સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જેમાં (1) ઓનલાઈન અરજી કરેલ ફોર્મ (2) આધાર કાર્ડ (3) જરૂર જણાય તો ૭/૧૨ (4) ઓનલાઇન અરજીમાં જે ખેડૂત તરીકે નામ છે તે વ્યક્તિએ હાજર રહેવું.
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તારીખ 1 ઓક્ટોબર ના રોજ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું અને 30 ઓક્ટોબર અંતિમ તારીખ હતી. 30 દિવસમાં સૌરાષ્ટ્રમાં કુલ 2,86,986 ખેડૂતોએ નોંધણી કરાવી છે.
હાલ માર્કેટિંગ યાર્ડ માં દિવાળી મીની વેકેશન છે માર્કેટિંગ યાર્ડ લાભપાંચમથી ફરી શરૂ થશે તેની સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે અને 90 દિવસ સુધી ખરીદી કરવામાં આવશે.
ટેકાના ભાવે નક્કી કરેલા જથ્થામાં મગફળીની ખરીદી કરવામાં આવશે સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 81707 ખેડૂતોએ નોંધણી કરાવી છે.