1) ગુજરાત રાજ્યમાં ગયા અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને પેટ્રોલ ડીઝલનો ભાવ રૂપિયા 100 ની અંદર આવી ગયો હતો. બીજી તરફ મહિસાગર જિલ્લાના રાજસ્થાનની બોર્ડર પર આવેલા પેટ્રોલ પમ્પમાં અસત વર્તાય છે. તેનું મુખ્ય કારણ ગુજરાત રાજ્ય કરતા રાજસ્થાનમા પેટ્રોલ મોંઘું થયું છે તેના લીધે રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા લોકોની પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જામી જાય છે.

2) લોક રક્ષક ભરતી દળમાં હથીયારી, બિન હથિયારી કોસ્ટેબલ અને એસ. આર. એફ. પી ની 10459 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવી તેની સામે 9.46 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે
લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ 11 નવેમ્બરના રોજ જણાવ્યું કે 23 હાજર ઉમેદવારોએ ફી ભરવાની બાકી છે અને છેલ્લો દિવસ 12 નવેમ્બર છે
11 નવેમ્બરના દિવસે 4478 ઉમેદવારોએ ફી ભરી તેમ છતાં છેલ્લા દિવસે 18926 ઉમેદવરની ફી ભરવાની બાકી છે.

3) ગ્રામ પંચાયતની ચૂંટણી ડંકો વાગી ચૂક્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે નવેમ્બર ના અંતમાં ચૂંટણીની જાહેરાત થશે.
ગુજરાત રાજ્યમાં 18225 ગામડામાં 14929 ગ્રામ પંચાયતો છે બીજા ગામડાની સંયુક્ત ગ્રામ પંચાયત સાથે જોડાયેલા છે આવા 191 ગામોમાં ગામ પંચાયત ની સ્થાપના કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે તે મળીને 2021 ની ગ્રામ પંચાયતની ચૂંટણી 15120 ગ્રામ પંચાયત પર યોજાશે. ઈવીએમ મશીનની અસતના કારણે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાશે.

4) બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો છે તેમની વચ્ચે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી આ વર્ષે કોરોના કેસ ઘટતા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કારતક સુદ અગિયારના દિવસે યોજાતી લીલી પરિક્રમા ભાવિકો માટે રદ કરવામાં આવી છે જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ અને સાધુઓ સાથે મળીને નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં માત્ર 400 સાધુઓને ત્રણ દિવસીય પરિક્રમા કરવાની મંજૂરી આપી છે.

5) ધાર્મિક તહેવારો પુરા થતા લગ્નના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સોનુ પ્રતિ ગ્રામ રૂપિયા 800 ના વધારા સાથે 51 હાજર થયું છે ત્યારે ચાંદીનો એક કિલોનો ભાવ 68 હજાર રૂપિયા છે.

રાજ્યમાં 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. કયા વિસ્તારમાં માવઠા થયા?

હવામાન વિભાગ દ્વાર કમોસમી વરસાદની આગાહી નવેમ્બર 17,18 અને 19 ના રોજ કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને બીજા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. હજી રાજ્યમાં બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના ક્યાં ક્યાં વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો તે જણાવી દઈએ.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી સાચી પડી તેના અમીરગઢ, દિયોદર અને લાખાણી વિસ્તારના વાતાવરણમાં પલટો આવવાથી કમોસમી વરસાદ થયો છે. ત્યાંના બટાકાની ખેતી કરતા ખેડૂતો માં ચિંતા જોવા મળી હતી અને જીરુ પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સવાર પડતાની સાથે જ વરસાદી વાતાવરણનો માહોલ જામ્યો હતો. અમદાવાદમાં નિકોલ, નરોડા અને ઓઢવ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. ગાંધીનગરના દેહગામ માં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો તેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં વાદળા દોડવા લાગ્યા હતા. અમરેલી જિલ્લા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે આગામી તારીખ 18 અને 19 માં કમોસમી વરસાદ પડવાની આગાહી છે તેને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂત મિત્રોને તાડપત્રી કે કાગળ સાથે લાવવા અથવા આગાહીના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવે તેવી જિલ્લા વહીવટી મંત્રીએ જણાવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું હતું અને શામળાજી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. શામળાજી ખાતે કાર્તિકી પૂનમ માં યોજાતો ત્રિ દિવસે મેળામાં આવતા ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ જામ્યો હતો. લીલછા, મનાઈ અને મલાસણ ગામોમાં માવઠું થવાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

જૂનાગઢ અને મેદરડા વિસ્તારમાં સવાર પડતાંની સાથે જ વરસાદી ઝાપટા પડ્યા હતા શહેરના રસ્તાઓ વરસાદથી ભીંજાઈ ગયા છે. રાત્રે શિયાળો દિવસે કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતા વધી છે.

સુરત જિલ્લામાં બપોર પછી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડતાં જોવા મળ્યા છે.
આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે તો ખેડૂત મિત્રો આપને વિનંતી છે કે આપણા માલને નુકસાની ન થાય તે માટે માલ સામાન યોગ્ય જગ્યાએ મૂકવો અથવા તાડપત્રી કે કાગળથી ઢાંકી દેવો.

3) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ના લીધે ક્યા જિલ્લાના માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની તારીખ 17, 18 અને 19 નવેમ્બરના રોજ પડવાની આગાહી કરી છે તેની સામે ભાવનગર જિલ્લાના ચિત્રા, મહુવા અને તળાજા તથા અમરેલીના માર્કેટીંગ યાર્ડના ચેરમેને ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વી. પી. પાંચાણીએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના લીધે ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે તારીખ 18/ 11/ 2021 ને ગુરૂવાર થી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી જણસી ને પ્રવેશ આપવામાં નહીં આવે જેની નોંધ તમામ ખેડૂત મિત્રોએ અને કમિશન એજન્ટોએ લેવી. આમ છતાં જણસી લાવશે તો તેની જવાદારી ખેડૂત મિત્રોની અને કમીશન એજન્ટ ની રહેશે જેની નોંધ તમામ ખેડૂતો અને કમીશન એજન્ટ લેવી.

તળાજા માર્કેટીંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી ના લીધે આજથી 4 દિવસ સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે તથા કપાસ, કઠોળ કે અનાજ લાવતાં ખેડૂત ભાઈઓને જણાવવાનું કે માલ ને ઢાંકવા માટે તાડપત્રી કે કાગળ સાથે લાવવા. તેવી તળાજા માર્કેટીંગ ના ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી છે.

ભાવનગર એપીએમસીના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે આગામી તારીખ 19 નવેમ્બર શુક્રવારે ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળી જેવા તહેવારો આવતા માર્કેટિંગ યાર્ડ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ માં તમામ પ્રકારની જણસી ની હરાજી બંધ રાખવામાં આવેલ છે તેની નોંધ તમામ ખેડૂત મિત્રોએ અને કમીશન એજન્ટ લેવી.

અમરેલી જિલ્લા ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 18 અને 19 માં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તો એપીએમસીમાં માલ વેચવા આવતા ખેડૂત મિત્રો એ તાડપત્રી કે કાગળ સાથે લાવવા અથવા જણસીની હરાજી બંધ રાખવામાં આવે તેવી શક્યતા રહેલી જેની નોંધ ખેડૂત મિત્રો અને કમીશન એજન્ટ લેવી.

આ વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ નિર્ણય કમોસમી વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો એ પોતાનો માલ સુરક્ષિત જગ્યા પર રાખો અથવા કાગળ કે તાડપત્રી દ્વારા ઢાંકી દેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *