ગુજરાતમાં 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે ફોર્મ ભરવાની કઈ તારીખે શરૂ થશે. તે અંગે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 10 હજાર ગામડાઓમાં ચૂંટણી યોજાશે. તો બીજી તરફ ઘણા ગામડામાં ગ્રામ પંચાયત નથી.
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે. નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવશે. તો મતદાન EVM મશીન દ્વારા કરવામાં આવશે કે બેલેટ પેપર દ્વારા? જે ગામમાં ગ્રામ પંચાયત નથી તે ગામમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવશે.
જિલ્લાની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજવાની છે. તેને ધ્યાનમાં રાખીને તમામ બાબતોની માહિતી ભેગી કરીને રાજ્યના ચૂંટણી પંચને મોકલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મતદાન યાદીમાં નામ ચડાવવું, નામ સુધારવા, નામ રદ કરવા જેવી કામગીરી તાલુકા વિકાસ કચેરી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન થઈ શકે છે.
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ રાજ્યમાં ગ્રામ પંચાયતની સંખ્યા વધુ હોવાથી EVM મશીનની અસત છે. મતદાન વખતે EVM મશીનનો ઉપયોગ કરવામાં નહીં આવે, મતદાન બેલેટ પેપર દ્વારા આપવામાં આવશે. ઉમેદવારો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી પત્રો ભરી શકશે આ માટે ચૂંટણી પંચ તરફથી તમામ પ્રકારની કામગીરી પૂર જોશમાં ચાલુ કરી દેવાય છે.
હાલ રાજ્યમાં 18225 ગામડાઓ છે ત તેમાં 14929 ગામમાં ગ્રામ પંચાયત આવેલી છે અને બાકીના ગામડામાં ઓછી વસ્તીના કારણે સંયુક્ત ગ્રામ પંચાયત હેઠળ જોડવામાં આવેલા છે રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતની વિભાજનની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે 191 ગામડામાં ગ્રામ પંચાયતની સ્થાપનાની મંજૂરી આપી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં 300 ગામો એવા છે જેમાં 200 લોકો કરતા પણ ઓછી વસ્તી ધરાવે છે તેમાં સૌથી વધુ કચ્છમાં 47 ગામો આવેલા છે. 2021 ની પંચાયતની ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ નહીં તેની જગ્યાએ બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાનાર છે.
2) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયો મોટો ફેરફાર ફટાફટ જાણી લ્યો
ગુજરાતમાં 10879 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. આજથી ચૂંટણીની આચારસંહિતાનો અમલ ગુજરાત રાજ્યના 33 જિલ્લા માં લગાવી દેવામાં આવ્યો છે. મતદાનને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટો બદલાવ આવ્યો છે.
ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીમા 2.06 કરોડ જનતા EVM મશીન ની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે.EVM મશીન પૂરતી સંખ્યામાં ન હોવાથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી આયોગના ચિફ સંજયનંદને જણાવ્યું કે રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં 10284 સરપંચ અને 89702 માં ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે જ જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 ના રોજ પૂરી થાય છે અને જે ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી અને વિભાજનવાળી ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી આ સાથે જ યોજવામાં આવશે.
રાજયમા 33 જિલ્લાઓમાં ચૂંટણીનું જાહેરનામું 29મી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ આ મુજબ રહેશે જેમાં
22 નવેમ્બર 2021 ના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે
29 નવેમ્બર 2021 ના રોજ ચૂંટણી ની નોટીસો અને જાહેરનામાં બહાર પાડવામાં આવશે
4 ડિસેમ્બર 2021 ના રોજ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે
6 ડિસેમ્બર 2021 ના રોજ ઉમેદવારીપત્રો ની ચકાસણી કરવામાં આવશે
7 ડિસેમ્બર 2021 ના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
19 ડિસેમ્બર 2021ના રોજ સવારનાં 07:00 વાગ્યાથી સાંજના 06:00 સુધી મતદાન કરવામાં આવશે.
20 ડિસેમ્બર 2021 ના રોજ જરૂર જણાય તો પૂન: મતદાન કરવામાં આવશે
21 ડિસેમ્બર 2021 ના રોજ મતગણતરી કરવામાં આવશે
24 ડિસેમ્બર 2021 ના રોજ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થશે.
રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં ઈવીએમ મશીનની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે તેઓ ચૂંટણી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
ગુજરાત રાજ્યમાં મોંઘવારી માથું કાઢતી જાય છે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ દિન-પ્રતિદિન મોંઘી થતી જાય છે ખાદ્યતેલના ભાવ પણ આસમાને પહોંચી ચૂક્યા છે. સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ જ લેતા નથી. છેલ્લા એક અઠવાડિયામા પેટ્રોલ એન ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. આનાથી સામાન્ય લોકોના જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં 30-30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પ્રતિલીટર રૂપિયા 107.24 અને ડીઝલ રૂપિયા 95.97 ની સપાટીએ પહોંચ્યા છે.
ગુજરાતમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરના 103.57 ની સપાટીએ પહોંચ્યા. ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂપિયા 103.72 અને 103.21, સુરતમાં પેટ્રોલ રૂપિયા 104.02 અને ડીઝલ રૂપિયા 103.52, રાજકોટમાં પેટ્રોલ રૂપિયા 103.32 અને ડીઝલ રૂપિયા102.84, ભાવનગરમાં પેટ્રોલ રૂપિયા 105.75 અને ડીઝલ રૂપિયા105.22, વડોદરામા પેટ્રોલ રૂપિયા103.68 અને ડીઝલ રૂપિયા 106.17 સપાટી સુધી પહોંચ્યા છે.
ઓક્ટોબર માસમાં 23 તારીખ સુધીમાં 18 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો જોવા મળ્યો છે. 13 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં પેટ્રોલ રૂપિયા 101.54 ડીઝલ રૂપિયા 100.79 હતા. તે 24 ઓકટોબર ના રોજ પેટ્રોલ રૂપિયા103.72 અને ડીઝલ રૂપિયા 103.21 સુધી પહોંચી ગયા છે.
આમ છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂપિયા 2.18 અને ડીઝલમાં 2.42 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે લોકોના જીવન પર ખૂબ જ અસર થઈ છે.સામાન્ય લોકોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે અને લોકોમાં રોષ જોવા મળે છે.