MAJDHAR

દરેક વ્યક્તિને આ જાણવાની ઈચ્છા હોય છે કે આ વિશ્વમાં સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ કોણ છે. તો આજે અમે તમને વિશ્વના એવા 10 વ્યક્તિઓ વિશે માહિતી આપીશું જેમની પાસે કુબેરનો ભંડાર છે. તેમની પાસે એટલી સંપત્તિ છે કે તમે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય. નોંધનિય છે કે, વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલોન મસ્કના નવા વર્ષ 2022ની શરૂઆત પણ બિઝનેસના મામલે ધમાકેદાર રીતે કરી છે. ટેસ્લાના CEO એલને નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસમાં જ 34 બિલિયન ડોલરની કમાણી કરી છે. આથી તેમની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તો આવો જાણીએ વિશ્વના 10 સૌથી અમીર વ્યક્તિઓ વિશે.

1) એલન મસ્ક – 213 બિલિયન ડોલર
તમને જણાવી દઈએ કે, એલન મસ્ક આજે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે 213 બિલિયન ડોલરની સંપત્તિ છે. 21મી સદીના સૌથી ક્રાંતિકારી લોકોમાં તેમનું નામ આવે છે. અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે તેની કંપની ટેસ્લા જે ઇલેક્ટ્રિક કાર બનાવે છે અને ભવિષ્ય પણ ઇલેક્ટ્રિક કારનું છે. આ ઉપરાંત તેની બીજી કંપની સ્પેસ એક્સ છે. જે અંતરિક્ષ યાત્રાને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. તેથી તેમની બન્ને કંપનીઓ આવનારા સમયમાં કમાણીના તમામ રેકોર્ડ તોડશે તો નવાઈ નહીં.

2) જેફ બેઝોસ – 197 બિલિયન ડોલર
તો આ યાદીમાં બીજા નંબરે આવે છે, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ. નોંધનિય છે કે, 2021ના મધ્ય સુધીમાં તેઓ પ્રથમ સ્થાને હતા, પરંતુ હાલમાં તેઓ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 197 બિલિયન ડોલરની છે. તમને જણાવી દઈએ કે, બેઝોસે વર્ષ 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. નોંધનિય છે કે, શરૂઆતમાં તેમની કંપની ફક્ત પુસ્તકો વેચતી હતી, પરંતુ આજે આ કંપની વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની બની ગઈ છે. ઘણા દેશોમાં તેમનો બિઝનેસ ફેલાયેલો છે.

3) બર્નાર્ડ આર્નોલ્ટ – 160 બિલિયન ડોલર
બર્નાર્ડ આર્નોલ્ટ હવે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે, જો કે તેઓ 2021માં પ્રથમ સ્થાને પણ આવી ગયા હતા, પરંતુ શેરમાં ઘટાડાને કારણે તેઓ ફરી પાછા ત્રીજા સ્થાને જતા રહ્યા. તે ફ્રેન્ચ રોકાણકાર છે અને LMVH ના ચેરમેન અને CEO છે. હાલમાં તેમની કુલ સંપત્તિ 160 બિલિયન ડોલર છે. LMVH એક લક્ઝરી બ્રાન્ડ છે જે ઘડિયાળો, કપડાં, જ્વેલરી, પરફ્યુમ વગેરે જેવી ઘણી મોંઘી પ્રોડક્ટ્સ બનાવે છે.

4) માર્ક ઝકરબર્ગ – 132 બિલિયન ડોલર
તો બીજી તરફ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે, તેમની હાલમાં 132 અબજ ડોલરની સંપત્તિ છે. તેમણે ફેબ્રુઆરી 2004માં ફેસબુકની સ્થાપના કરી હતી. આ સિવાય માર્કે વર્ષ 2012માં ઈન્સ્ટાગ્રામ અને વર્ષ 2014માં વોટ્સએપને ખરીદી હતી અને આજે તે આ તમામ કંપનીઓમાંથી મોટી કમાણી કરી રહ્યા છે. માર્કનું નામ એવા અમીરોમાં આવે છે જેમણે નાની ઉમરમાં જ આટલી મોટી સંપત્તિ ઉભી કરી દીધી હોય.

5) બિલ ગેટ્સ – 128 બિલિયન ડોલર
એક સમયે બિલ ગેટ્સ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ આજે તે અમીરોની યાદીમાં પાંચમા સ્થાને છે. હાલમાં તેની પાસે 128 બિલિયન ડોલરની સંપત્તિ છે, જે તેને વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ બનાવે છે. નોંધનિય છે કે, બિલ ગેટ્સને કોઈ ઓળખાણની જરૂર નથી, થોડા વર્ષો પહેલા સુધી ગેટ્સ લાંબા સમયથી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા હતા. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત માઈક્રોસોફ્ટ કંપની છે, જેના તેઓ સ્થાપક છે, આ સિવાય ગેટ્સે અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ તેમના નાણાંનું રોકાણ કર્યું છે. જેમ કે, રિટેલ, વિજ્ઞાન, ઉર્જા, એન્જિનિયરિંગ વગેરે.

હાર્વર્ડમાં અભ્યાસ કરતી વખતે, ગેટ્સ અને તેમના હાઈસ્કૂલના મિત્ર પોલ એલને પ્રથમ માઈક્રો કોમ્પ્યુટર – MITS અલ્ટેયર માટે બેઝિક નામની કોમ્પ્યુટર ભાષાના સંસ્કરણ પર કામ કરવાનું શરૂ કર્યું. BASIC લખ્યાના બે વર્ષ પછી, ગેટ્સે કોલેજ છોડી દીધી અને માઇક્રોસોફ્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. બિલ ગેટ્સ પુસ્તકોના શોખીન છે. તે દર વર્ષે ઓછામાં ઓછા 50 પુસ્તકો વાંચવાનો દાવો કરે છે. તે કહે છે કે વાંચવાના બે ફાયદા છે, એક તો નવું શીખવા મળે છે અને બીજું, સમજણની પણ કસોટી થાય છે.

6) લેરી પેજ – 126 બિલિયન ડોલર
લેરી પેજનો જન્મ 26 માર્ચ 1973ના રોજ મિશિગન, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. લેરી પેજ અમેરિકન કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને બિઝનેસમેન છે. તેના માતા-પિતા બંને કોમ્પ્યુટર નિષ્ણાત હતા, તેઓએ સ્ટેન ફોર્ડ યુનિવર્સિટી, મિશિગનમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ કર્યું હતું. વિશ્વના સૌથી પ્રખ્યાત સર્ચ એન્જિન ગૂગલના સ્થાપક લેરી પેજની હાલમાં કુલ સંપત્તિ 126 બિલિયન ડોલરની છે, વિશ્વના સૌથી અમીર લોકોમાં પેજ છઠ્ઠા સ્થાને છે. તમને જણાવી દઈએ કે, ગૂગલે 2006માં યુટ્યુબને અબજો રૂપિયા આપીને ખરીદ્યું હતું, વધુમાં ગૂગલ પાસે બીજી ઘણી ટેક્નોલોજી પ્રોડક્ટ્સ પણ છે. જેમાંથી તેઓ અઢળક કમાણી કરે છે.

હાલમાં જ ફિલ્મ નિર્માતા કરણ જોહરે ગૂગલ વિશે કહ્યું છે કે, કોઈપણ ફિલ્મ બનાવતા પહેલા અમે હંમેશા તમામ માહિતી સર્ચ કરીએ છીએ. જ્યારે આપણે ફિલ્મ બનાવીએ છીએ ત્યારે આખો મામલો સંશોધનનો વિષય બની જાય છે. મને નથી લાગતું કે એવો કોઈ ફિલ્મમેકર હશે જેનું કામ ગૂગલ વિના ચાલી શકે. લેરીની દિવસ-રાતની મહેનતનું જ પરિણામ છે કે આજે દુનિયાભરના મોટાભાગના લોકો ગૂગલ પરથી ઈન્ટરનેટ શરૂ કરે છે, તેમના માટે ઈન્ટરનેટ દિવસેને દિવસે સરળ બની રહ્યું છે. લેરી પેજ માટે આભાર!

7) સેર્ગેઈ બ્રિન – 121 બિલિયન ડોલર
તમને જણાવી દઈએ કે, સર્ગેઈ બ્રિન ગૂગલના કો-ફાઉન્ડર પણ છે અને તે અમીરોની યાદીમાં સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 121 બિલિયન ડોલર છે. જે તેને વિશ્વના સાતમા સૌથી અમીર વ્યક્તિ બનાવે છે. નોંધનિય છે કે, બ્રિનલેરી પેજ સાથે મળીને ગૂગલને વિશ્વની સૌથી મોટી કંપની બનાવી. આજે ગૂગલ ઘણા લાંબા સમયથી વિશ્વની ટોચની સર્ચ એન્જિન કંપની બની રહી છે.

8) લેરી એલિસન – 106 બિલિયન ડોલર
કોમ્પ્યુટર ટેક્નોલોજી કંપની ઓરેકલના માલિક લેરી એલિસન 106 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે. જેમાં તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. આ સિવાય તે અમેરિકાના 41મા સૌથી મોટા ટાપુના માલિક પણ છે.

9) સ્ટીવ બાલ્મર – 105 બિલિયન ડોલર
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ બાલ્મરની કુલ સંપત્તિ 105 બિલિયન ડોલરથી વધુ છે. જેના કારમે સંપત્તિની આ ઊંચાઈએ પહોંચનાર તે વિશ્વના 9મા વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઓરેકલ કોર્પોરેશનના સ્થાપક લેરી એલિસનને 2021માં થોડુ નુકસાન થયું છે, પરંતુ તેઓ આ પદ પર યથાવત છે.

10) વોરેન બફેટ – 102 બિલિયન ડોલર
એક સમયે બફેટ પણ વિશ્વના પ્રથમ નંબરના ધનીક વ્યક્તિ હતા. બર્કશાયર હેથવેના ચેરમેન અને સીઈઓ વોરેન બફેટ આ યાદીમાં 10માં ક્રમે છે. હાલમાં, તેમની પાસે 102 બિલિયન ડોલરની નેટવર્થ છે. વિશ્વના સૌથી સફળ રોકાણકારમાં તેમનું નામ આવે છે. માત્ર 11 વર્ષની ઉંમરથી જ શેરોમાં રોકાણ શરૂ કરનાર બફેટની રોકાણની વ્યૂહરચના ખૂબ જ અલગ છે. આ જ કારણ છે કે આજે તેઓ અબજો ડોલરની સંપત્તિના માલિક છે. વિશ્વભરના મોટાભાગના રોકાણકારો વોરેટ બફેટને આદર્શ માને છે અને તેમની રોકાણ ટિપ્સને અનુસરે છે. વોરન બફેટ, જેઓ 91 વર્ષના થઈ ગયા છે, તેઓ હજુ પણ સક્રિય છે અને બર્કશાયર હેથવેના ચેરમેન અને સીઈઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *