polic bharati

૧) ધોરણ 10 પાસ ઉપર હોમગાર્ડસની ભરતી

બે વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં બધી જ ભરતીઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. કોરોનાના કહેર ઓછા થતા. ધીમે ધીમે ભરતીઓ બહાર પાડવામાં આવી છે તેમાં આજે એક વધારે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત ગૃહ વિભાગ હોમગાર્ડસ માં ખાલી પડેલી 6725 જગ્યા પર ભારતી કરવા માટે સત્તાવાર સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવી છે. હોમગાર્ડ ની નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આપવામાં આવી છે.

આ ભરતી ગુજરાતમા 4 કમિશનરેટ વિસ્તારો અને 22 જિલ્લાના ઝોનમાં/વિભાગોમાં 2, 8 માનદ હોમગાર્ડ સભ્યોની ભરતી કરવામાં આવશે. માનદ હોમગાર્ડ સભ્યોની ભરતી માટેની પ્રક્રિયા સંબંધિત જિલ્લાની કમાન્ડન્ટની કચેરીમાં હાથ ધરવામાં આવશે.

હોમગાર્ડ માં રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટે તમારા વિસ્તારના એકમ કચેરી કે જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે, અને તેના આધારે તેની પસંદગી કરવામાં આવશે.

જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ છે તેઓ ફોર્મ ભરી શકશે.
પુરુષો માટેની લાયકાત તે ભારતીય નાગરિક હોવો જોઈએ. તેમનું વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ, ઊંચાઈ 182 સેન્ટીમીટર, ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધી, સાતી ઓછામાં ઓછી 79 સેન્ટીમીટર + સેન્ટિમીટર ફુલાવાની રહેશે.
મહિલા ઉમેદવારો માટે તેમનું વજન ઓછામાં ઓછું 40 કિલો હોવું જોઈએ, ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ. બાકી ની લાયકાતો ઉપર મુજબની રહેશે.

પુરુષો માટે શારીરિક કસોટી માટે ટેસ્ટ આપવી પડશે. ઉમેદવારોએ 1200 મીટર દોડ 5 મિનિટમાં પૂરી કરવાની રહેશે. જે ઉમેદવારો સમયસર દોડ પૂરી કરશે તેમને 75 ગુણ મળશે. ઉપરાંત ઉમેદવારોની વધુ સંખ્યા હશે તો 100 મીટરની સ્કેનિંગ ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવશે. મહિલા ઉમેદવારો માટે પણ 1200 મીટરની દોડ રહેશે તેમને દોડ 5 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.મહિલા ઉમેદવારો પણ સમયસર દોડ પૂરી કરનારને 75 ગુણ મળશે.

બાકીના 25 ગુણ આ મુજબના રહેશે. (1) જે ઉમેદવારો એન. સી. સી પરીક્ષા પાસ કરેલી છે તેના 5 ગુણ (2) યુનિવર્સિટી/ રાજ્યકક્ષા/ રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમતનું પ્રમાણપત્ર મેળવેલ હશે તેના 5 ગુણ (3) હેવી બેજ લાયસન્સ ધરાવતો હોય અને ઓછામાં ઓછો વાહન ચલાવવાનો બે વર્ષ અનુભવ ધરાવતો હોય તેના 5 ગુણ (4) કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોય અને સી. સી. સી પરીક્ષા પાસ કરેલ હોય તેનાં 5 ગુણ (5) ઇલેક્ટ્રિકલ, યોગ, ઓફિસ ઓટોમેશન, ઓટોમોબઇલ વગેરે ટેકનીકલ કૌશલ્ય માન્ય સરકારી સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતો હોય તેના 5 ગુણ પાત્ર છે.

પગાર ધોરણ અત્યારના સરકારશ્રીના નિયમ મુજબ માનદ વેતન દરરોજના રૂપિયા 300 /ડ્યુટી ભથ્થું અને 5 રૂપિયા લોટરી ભથ્થુ મળવા પાત્ર રહેશે.
આ ભરતી કાયમી કરવાની નથી. જેમાં સરકાર ને જરૂર પડે બોલાવવામાં આવશે. જેથી ઉમેદવાર કાયમી તરીકેનો કોઈ અધિકાર નથી.

૨) ગુજરાત પોલીસમાં 10459 જગ્યાઓની આવી ભરતી.

કોન્સ્ટેબલ પોલીસ બનવા ઇચ્છતા ઉમેદવારો માટે શુભ સંકેતો મળ્યા છે. લોકરક્ષક ભરતી બોર્ડ ના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સોશ્યલ મિડિયા દ્વારા ભરતી ની જાહેરાત કરી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ની હથીયારી/ બિન હથિયારી અને એસ. આર. પી. એફ કોસ્ટેબલ માં ખાલી પડેલી 10459 જગ્યા પર ભરતી કરવામાં આવશે. કોસ્ટેબલ પોલીસની ભરતી આવતા ઉમેદવારોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે.લોકરક્ષક ભરતી બોર્ડ ના અધ્યક્ષ તરીકે શ્રી હસમુખ પટેલ IPSની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 23/10/2021(બપોરના 12 વાગ્યા) પછીથી લઈ તારીખ 9/11/2021(રાત્રિના 11.59) સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. કોઈ પણ ઉમેદવાર ની ટપાલ દ્વારા કે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં તેની અરજદારોએ ખાસ નોંધ લેવી. ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાતની ojas વેબસાઇટ પર જઇને સમયસર ઓનલાઇન અરજી કરવાની રહેશે. કોઇ ઉમેદવાર એક કરતા વધારે અરજી કરશે તો તેમાંથી એક જ અરજી માન્ય ગણવામાં આવશે. બિન હથિયારીમાં કુલ 5212(પુરુષ 3492, મહિલા 1720), હથીયારીમાં કુલ 797(પુરુષ 534, મહિલા 263) અને એસ. આર. પી. એફ કોસ્ટેબલમાં 4450 ખાલી પડેલી જગ્યા પર ભરતી થશે.

શૈક્ષણિક લાયકાત:
ધોરણ 12 પાસ અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15/05/2012 ના ઠરાવ ન.રવભ-102011-યુ. ઓ 190 ક માં જણાવ્યા મુજબ ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા:
ઓછામાં ઓછી 18 વર્ષ થી લઈ 34 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવાર નો જન્મ તારીખ 09/11/1987 થી તારીખ 09/11/2003 સુધીમાં થયેલો હોવો જોઈએ.અનામત વર્ગ અને સ્ત્રીવર્ગને ઉંમરમાં છૂટછાટની આપવામાં આવશે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જન જાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), આર્થિક રીતે નબળા (EWS) વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે. તમામ મહિલાઓને 5 વર્ષની છૂટ અને અનામત વર્ગમાં આવતી મહિલાઓને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

શારીરિક કસોટી:
પુરુષોએ 5 કિલોમીટર દોડ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ઉંચાઇ162 સેન્ટીમીટર, ફૂલાવ્યા વગર છાતી 79 સેમી + 5 સેમી ફૂલાવવી, વજન ઓછામાં ઓછો 50કિલો
મહિલા ઉમેદવારો માટે 1600 મીટરની દોડ વધુમાં વધુ 9.30 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ઉંચાઇ 150સેમી, વજન ઓછામાં ઓછો 40 કિલો.

પુરુષ કે મહિલા ઉમેદવાર માં શારીરિક ખોડખાપણ જેવીકે વાંકા ઢીચણ, ફુલાય ગયેલી છાતી, ત્રાસી આંખો, સપાટ પગ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીનો રોગ વગેરે જેવા લક્ષણો જોવા મળશે. તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ:
અભ્યાસક્રમમાં જનરલ નોલેજ, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન, ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1972 ને લગતા પ્રશ્નો પુછવામાં આવશે. કુલ 100 ગુણ નું પ્રશ્નપત્ર રહેશે તેમાં કુલ 100 MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે.દરેક પ્રશ્નનો એક ગુણ રહશે. ખોટા જવાબ ના 0.25 ગુણ નેગેટીવ રહેશે.

ઉમેદવારોએ એન.સી.સી નું “c” સર્ટીફીકેટ ધરાવતા હશે તો વધારાના 2 ગુણ આપવામાં આવશે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર મેળવેલ હશે તો ડિસ્ટીનકશન 5 ગુણ, ફર્સ્ટ ક્લાસ 4 ગુણ, સેકન્ડ ક્લાસ 3 ગુણ, પાસ ક્લાસ 2 ગુણ મળશે.

વિધવા મહિલા ઉમેદવારને પસંદગીમાં અગ્રીમતા આપવા માટે પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના 5 ગુણ ઉમેરવામાં આવશે. પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનર્લગ્ન કરેલા ન હોવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *