pak nukshan sahay 2021

૧) રાહત પેકેજ-૧ બાબત મોટો નિર્ણય

ગુજરાતમાં સપ્ટેમ્બર માસ દરમ્યાન સતત વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં ખરીફ (ચોમાસુ) પાકને નુકસાન થયું છે. ખેડૂતોના આ નુકશાનને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે 546 કરોડનું કૃષિ રાહત પેકેજ બહાર પાડ્યું છે તેમાં અસરગ્રસ્ત 2.82 લાખ ખેડૂતોને સહાય મળશે. ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓ તેવા જુનાગઢ, રાજકોટ, જામનગર અને પોરબંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં 22 તાલુકાઓ અને 662 ગામોને આ સહાય પેક જ હેઠળ સમાવી લેવામાં આવ્યા છે જેમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને પણ ભરપાઈ કરવામાં આવશે. રાજ્ય સરકારના જીતુ વાઘાણી એ ઉપરાંત જણાવ્યું છે કે સપ્ટેમ્બર બાદ જે વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે તે ખેડૂતોને પણ આ પેકેજનો લાભ મળશે. તેમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર ઉપરાંત બોટાદ જિલ્લાઓમાં નુકસાન અંગેની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત પંચમહાલ અને ભરૂચ જિલ્લાઓમાં પણ નુકસાન અંગેની માહિતી મળતા તે વિસ્તારમાં પણ સર્વે કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા માટે જે ખર્ચ થશે તે રાજ્ય સરકાર ભોગવશે.

આ લાભ બે હેક્ટર દીઠ મર્યાદિત રહેશે અને હેકટરદીઠ વધુમાં વધુ રૂપિયા 13000ની સહાય મળશે. આ લાભ અસરગ્રસ્ત ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હશે તેને જ લાભ મળશે અને વધુમાં વધુ 2 હેકટર ની મર્યાદા રાખવામાં આવી છે. ખેડૂતોએ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર જઇને ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પેકેજનો લાભ મેળવવા માટે તારીખ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

૨) સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનિયમિત વીજળીના લીધે ખેડૂતો રોષે ભરાયા.

ગુજરાતના ખેડૂતો માથે સૌ-પ્રથમ તૌકત વાવાઝોડુ ત્યારબાદ સતત વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું છે. ત્યારબાદ બળતામાં ઘી હોમવા જેવી ખેડૂતની હાલત બની ભારતમાં કોલસાની અસરના કારણે ઘણા રાજ્યોમાં વીજળી અનિયમિત કે ઓછા પ્રમાણમાં મળી રહે છે. ગુજરાતમા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને વીજળી અંગેની સમસ્યા ઊભી થઈ છે.શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું છે ત્યારે જ વીજળીને લઈને સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.

રવિ પાકનું વાવેતર શરૂ થયાની સાથે જ ખેડૂતોને વીજળી માત્ર 3 થી 5 કલાક મળી રહે છે અને વીજળી અનિયમિતતામાં જોવા મળી છે. આ પ્રશ્નના લીધે ખેડૂતો રોષે ભરાયા હતા અને વીજ મથકો સુધી પહોંચી ગયા હતાં. આ પ્રશ્નનો વિરોધ કર્યો.

ગુજરાતમાં કોલસાની અસતના કારણે વીજળી નો પ્રશ્ન વધુને વધુ ગંભીર બનતો જાય છે ત્યારે જૂનાગઢના માડોદરાના ખેડૂતોને શિયાળુ પાકની સીઝન માં 3 થી 5 કલાક વિજળી મળતાં. વીજ મથકો સુધી પહોંચી ગયા હતા. અને વીજળીના સમયમાં વધારો કરો અને સમયસર આપોની માંગ કરી હતી.

ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી, ઉંઝા અને મહેસાણામાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે પૂરતા પ્રમાણમાં વીજળી આપો. વીજળીની સમસ્યા ના ઉકેલ માટે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ સાથે પણ વાત કરવામાં આવી હતી. કિરીટ પટેલે પણ ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી મળી રહે તેવી મુખ્યમંત્રીને જાણ કરી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે ખેડૂતોને અપૂરતી વીજળી મળે છે તેના કારણે રવિપાકને નુકસાન પહોંચે છે આ પ્રશ્નને લઇને ખેડૂતો રોષે ભરાયા છે.

વીજળીના સમસ્યાના લીધે માત્ર ખેડૂતો જ નહીં ભાજપના આગેવાનો કૃષિ મંત્રી રાધાજી પટેલ સાથે ફોન પર વાત કરી હતી. રાઘવજી પટેલે મુખ્યમંત્રીને જણાવ્યું હતું ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી આપો. વધુમાં જણાવ્યું કે પૂરતા પ્રમાણમાં વીજળીનો પુરવઠો ન હોય તો ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી કરવા માટે તૈયાર રહો.

કૃષિ મંત્રી રાઘવજી પટેલની રજૂઆતના આધારે નાણામંત્રીએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો ઓછો છે તો ખેડૂતોને વીજળી આપવી ક્યાંથી આ નવી સરકારનો મૂંઝવણનો પ્રશ્ન બની ગયો છે.

3) DAP ખાતર માંથી ખેડુતોને છુટકારો મળ્યો

પૃથ્વી પરનો તાત ગણાતો ખેડૂત એક પછી એક મુશ્કેલીમાંથી પસાર થયો છે જેમાં તોકતે વાવાઝોડું, સતત વરસાદના કારણે ચોમાસુ પાકનુ નુકસાન અને અપૂરતી વીજળી જેવી મુશ્કેલી માંથી પસાર થયો છે. તેની સામે રાહતના સમાચાર મળી રહ્યા છે.

દેશમાં રવિ પાકના વાવેતરની સીઝન શરૂ થઈ ગઈ છે. પાયાના ખાતર તરીકે DAP (diammonium phosphate) નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી તેને લઈને DAP ખાતરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે.

શિયાળામાં લેવાતા મુખ્ય પાક તરીકે મકાઈ, સરસવ, બટાટા અને ઘઉં જેવા પાકોમાં પાયાના ખાતર તરીકે ડીએપી નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેશના ખેડૂતને વાવણી સમયે જ ખાતર મળી રહ્યું નથી. સરકાર ખેડૂતોને DAP ખાતરની જગ્યાએ SSP (સિંગલ સુપર ફોસ્ફેટ) ખાતરનો ઉપયોગ કરવા સલાહ આપી રહી છે.

હરિયાણાની રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ મહાવીર સિંહે જણાવ્યું કે ખેડૂતને પાયાના ખાતર તરીકે ડીએપી ની જગ્યાએ સુપર સિંગર ફોસ્ફેટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાશે. ઉપરાંત મહાવીરસિંહ જણાવ્યું કે આ માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોમાં જાગૃતતા લાવવામાં આવશે. અત્યારે ખેડૂતોએ ડીએપી અને એસએસપી ખાતરના વિતરણ માટે એક્શન પ્લાન મુજબ કામ કરવું જોઈએ. ખેડૂતોની માંગ મુજબ ડીએપી અને સિંગલ સુપર ફોસ્ફેટ મળી રહ્યું છે.

કૃષિ વૈજ્ઞાનિકો નું માનવું છે કે ડીએપી ની જગ્યાએ યુરિયા અને એસએસપી નો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે. યુરિયા માંથી નાઈટ્રોજન મળી રહે છે. જ્યારે એસએસપી માં નાઇટ્રોજન નું પ્રમાણ હોતું નથી. પરંતુ સલ્ફર અને કેલ્શિયમ પહેલેથી જ હોય છે.

કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ડીએપી માં 46 ટકા ફોસ્ફરસ હોય છે જ્યારે એસ એસપી માં માત્ર 16 ટકા જ હોય છે. આ બંને વચ્ચે 30 ટકાનો તફાવત રહેલો છે. DAP જગ્યાએ સિંગલ સુપર ફોસફેટનો ત્રણ ગણો ઉપયોગ વધારે કરવો જોઈએ. અને યુરિયા ખાતરનો અવશ્યપણે ઉપયોગ કરવો જોઈએ. જેથી પાક ઉત્પાદકતામાં સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *