police

લોકરક્ષક દળની ભરતીમાં સૌથી પહેલા શારીરિક કસોટી લેવામા આવે છે જેમાં નક્કી કરેલા સમય મુજબ દોડ પૂરી કરનાર ઉમેદવારને પાસ ગણવામાં આવશે. નક્કી કરેલ સમય મુજબ દોડ પૂરી નહી કરનાર ઉમેદવાર લેખિત પરીક્ષા નહીં આપી શકે. દોડમાં પાસ થયેલ ઉમેદવારને જ લેખિત પરીક્ષા આપવા દેવામાં આવશે. શારીરિક કસોટી ના ગુણ મેરીટમા ગણવામાં આવશે શારીરિક કસોટીમાં જેટલા ગુણ વધારે તેટલું મેરિટ વધુ બનશે. શારીરિક કસોટી ડિસેમ્બર મહિનામાં યોજાયેલ શકે.

9 નવેમ્બરના દિવસે ઓનલાઇન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. કુલ 9.46 લાખ અરજીઓ સ્વિકારવામાં આવી છે જેમાં પુરુષોની સંખ્યા 73 ટકા અને મહિલાઓને 27 ટકા અરજીઓ કન્ફોર્મ કરવામાં આવી છે.

પુરૂષ ઉમેદવાર માટે 5 કિલોમીટર દોડ પૂરી કરવાની રહેશે, ઓછા સમયમાં દોડ પૂરી કરનાર ઉમેદવારને વધુ ગુણ મળશે. નીચેના સમય મુજબ દોડ પૂરી કરનાર ને સમય મુજબ ગુણ મળશે.
20 મિનિટ કે તેથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર ને 25 ગુણ
20 મિનિટથી 20.30 વિનીત સુધીમાં દોડ પૂરી કરનાર ને 24 ગુણ
20.30 મિનિટથી 21 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 23 ગુણ
21 મિનિટથી 21.30 મિનિટ સુધીમાં દોડ પૂરી કરનાર ને 22 ગુણ
21.30 મિનિટથી 22 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 20 ગુણ
22 મિનિટથી 22.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 18 ગુણ
22.30 મિનિટથી 23 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 16 ગુણ
23.30 મિનિટથી 24 મિનિટમાં સુધીમાં દોડ પૂરી કરનાર ને 14 ગુણ
24 મિનિટથી 24.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 12 ગુણ
24.30 મિનિટથી 25 મિનિટ સુધીમાં દોડ પૂરી કરનાર ને 10 ગુણ
25 મિનિટ કરતા વધુ સમય લેતા ઉમેદવારો નાપાસ ગણવામાં આવશે.

મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ સમયસર પૂરી કરવાની રહેશે વધુમાં વધુ 9.30 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે. સમયસર દોડ પૂરી કરનાર મહિલા ઉમેદવારને નીચે મુજબ ગુણ મળશે.
7 મિનિટ કે તેથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર ને 25 ગુણ
7 મિનિટથી 7.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 23 ગુણ
7.30 મિનિટથી 8 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 21 ગુણ
8 મિનિટથી 8.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 18 ગુણ
8.30 મિનિટથી 9 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 15 ગુણ
9 મિનિટથી 9.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 10 ગુણ
9.30 મિનિટ કરતા વધુ સમય લેતા મહીલા ઉમેદવાર નાપાસ ગણવામાં આવશે

એક્સ સર્વિસ મેન ઉમેદવારોને 2400 મીટરની દોડ સમયસર પૂરી કરવાની રહેશે. તેને 25 ગુણ મેળવવા 9.30 મિનિટ કે એથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે.
9.30 મિનિટ કે ઓછા સમયમાં દોડ પૂરી કરનાર ને 25 ગુણ
9.30 મિનિટથી 10 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 23 ગુણ
10 મિનિટથી 10.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 21ગુણ
10.30 મિનિટથી 11 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 19 ગુણ
11 મિનિટથી 11.30 મિનિટ સુધીમાં દોડ પૂરી કરનાર ને 17 ગુણ
11.30 મિનિટથી 12 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 15 ગુણ
12 મિનિટથી 12.30 મિનિટ સુધી માં દોડ પૂરી કરનાર ને 10 ગુણ

શારીરિક કસોટી સંભવિત તારીખ 1 થી 10 ડિસેમ્બર વચ્ચે યોજાઈ શકે છે ત્યાર બાદ લેખિત પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. આ તારીખો સંભવિત છે તેમાં ફેરફાર થઈ શકે.

2) LRD ની સૌથી મોટી ભરતી 10459 જગ્યા માટે 12 લાખ અરજીઓ મળી લોકરક્ષકની ઓનલાઈન અરજીની તારીખ લંબાવવા

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક ઉમેદવારની હથિયારી અને બિનહથિયારી કોસ્ટેબલ લોકરક્ષક અને એસઆરપીએફ માં 10459 ખાલી પડેલી જગ્યાની સીધી ભરતી કરવામાં આવી તેમાં કુલ 12 લાખ અરજીઓ મળી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં કુલ 86188 અરજીઓ મળી હોવાનું હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. ફી ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે હસમુખ પટેલે જણાવ્યું કે ઉમેદવારોએ છેલ્લી તારીખ ની રાહ ન જોવી અને છેલ્લી તારીખ પહેલા ફી ભરી દેવી.

લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ મળે છે જેમાં 9,46,528 અરજીઓ સ્વીકારવામાં આવી અને બાકીની 2,53,472 અરજીઓ રદ કરવામાં આવી છે. હસમુખ પટેલે ટ્વીટ દ્વારા જણાવ્યું કે જેમાં પુરુષ ઉમેદવારની કુલ અરજી 6,92,190 અને મહિલા ઉમેદવારની કુલ 2,54,338 અરજીઓ મળી છે.

લોક રક્ષક દળના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આપેલી માહિતી બાદ છેલ્લા દિવસોમાં હજારો ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવતા સર્વર ડાઉન થયું હતું તેના કારણે ઘણા ઉમેદવારો અરજી કરી શક્યા નથી. તેથી અરજી ની તારીખ લંબાવવા માટે સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ માંગ ઉઠાવી છે.

લોકરક્ષક ભરતીનું સંભવિત ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. ઉમેદવારોએ સંભવિત 20 નવેમ્બરના રોજ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને શારીરિક પરીક્ષા 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં યોજાશે. લેખિત પરીક્ષા માટે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લેવાય શકે.

9 નવેમ્બર અરજી માટે છેલ્લો દિવસ હતો ત્યારે એક જ દિવસમાં 86 હજાર જેટલી અરજીઓ મળી. વેબસાઈટ પર વધારે ઉમેદવારો આવતા વેબ સાઈડ ડાઉન થઈ હતી ત્યારે વધુમાં વધુ ઉમેદવારો ભાગ લઈ શકે તે માટે ઝડપથી વધારાના ત્રણ સર્વર લગાવવામાં આવ્યા હતાં તેમ છતાં ઘણા ઉમેદવારો અરજી કરી શક્યા નથી.

લોકરક્ષક ભરતી દળમાં કુલ 12 લાખ જેટલી અરજીઓ મળી છે અને છેલ્લા ત્રણ ચાર દિવસમાં સર્વર ડાઉન થવાના કારણે ઉમેદવારો અરજી કરી શક્યા નથી તેથી સોશિયલ મીડિયામાં તારીખ લંબાવવા માટે માંગ ઉઠાવી છે. હસમુખ પટેલને ટ્વિટ કરીને જણાવ્યું કે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવો માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *