krishnadevaraya,history,Vijaynagar

ભારતમાં એકથી શક્તિશાળી અને બહાદુર રાજા થઈ ગયા. જેમના નામ આજે ઈતિહાસમાં અમર થઈ ગયા છે, તેઓએ પોતાની શક્તિથી અનોક રાજ્યોને જીત્યા હતા અને પ્રજાના કામો કરીને લોકોના દિલ પણ જીત્યા હતા. આવા જ એક રાજા હતા કૃષ્ણ દેવરાય. તુલુવા વંશમાંથી આવતા કૃષ્ણ દેવરાયને તે સમયના સૌથી શક્તિશાળી રાજા માનવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે, આ રાજવંશે (1505-1570 એડી) સુધી વિજયનગર સામ્રાજ્ય પર શાસન કર્યું.

‘વિજયનગર’નો અર્થ ‘વિજયનું શહેર’ છે. મધ્ય યુગના આ શક્તિશાળી હિંદુ સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારથી, તેના પર સતત હુમલા કરવામાં આવ્યા છે પરંતુ આ સામ્રાજ્યના રાજાઓ તરફથી તેને જોરદાર જવાબ આપવામાં આવ્યો. આ સામ્રાજ્ય ક્યારેય અન્યને આધીન નથી રહ્યું. તેની રાજધાની પર ઘણી વખત હુમલા થયા. હમ્પીના મંદિરો અને મહેલોના અવશેષો જોઈને જાણી શકાય છે કે તે કેટલો ભવ્ય હશે. તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યું છે.

બાબરે પણ કર્યા હતા વખાણ

નોંધનિય છે કે, રાજા કૃષ્ણ દેવરાયના શાસન દરમિયાન વિજયનગરનું રાજ્ય ભવ્યતાના શિખરે પહોંચ્યું હતું. તેમણે લડેલા તમામ યુદ્ધોમાં તેમનો વિજય થયો હતો. તેણે ઓડિશાના રાજાને હરાવ્યો અને વિજયવાડા અને રાજમુન્દ્રીને કબજે કર્યું. તેમની પ્રસિદ્ધિના કારણે સમ્રાટ કૃષ્ણ દેવરાયને ઈતિહાસના પાનાઓમાં ચિત્રગુપ્ત મૌર્ય, પુષ્યમિત્ર, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, સ્કંદગુપ્ત, હર્ષવર્ધન અને મહારાજા ભોજની સમકક્ષ ગણવામાં આવે છે. આ ઉપરાંત મોગલ રાજા બાબરે પણ પોતાની આત્મકથામાં તેમને ભારતના સૌથી શક્તિશાળી શાસક ગણાવ્યા છે.

રાજા કૃષ્ણ દેવરાય સત્તા પર આવ્યા

રાજા કૃષ્ણ દેવરાયનો જન્મ 16 ફેબ્રુઆરી 1471માં વિજયનગરની રાજધાની હમ્પીમાં થયો હતો. તેમના પિતાનું નામ તુલુવા નરસા નાયક અને માતાનું નામ નાગલા દેવી હતું. તે સમયે તેમના પિતા નરસા નાયક સલુવા વંશના એક સેનાપતિ હતા. નરસા નાયક જ સાલુવ વંશના બીજા અને છેલ્લા ઓછી ઉમરના રાડા ઇમ્માડી નરસિમ્હાના આશ્રયદાતા હતા. બાદમાં નરસા નાયકે 1491માં શાસક ઈમ્માદી નરસિમ્હાને માર્ગમાંથી હટાવીને વિજયનગરની સત્તા સંભાળી હતી.

1509માં કૃષ્ણ દેવરાય રાજા બન્યા
1503માં તેમના પિતા નરસા નાયકના મૃત્યુ થયું ત્યાર બાદ, કૃષ્ણ દેવરાયના મોટા ભાઈ વીર નરસિંહ ગાદી પર બિરાજમાન થયા. વીર નરસિંહ પણ ચાલીસ વર્ષની વયે અજાણ્યા રોગથી મૃત્યુ પામ્યા. જે બાદ 8 ઓગસ્ટ 1509ના રોજ કૃષ્ણ દેવરાયનો રાજ્યાભિષેક થયો હતો. વિજયનગર સામ્રાજ્યના સ્થાપક હરિહર પ્રથમ બુક્કારયા હતા. તેણે સલ્તનતની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને હોયસાલા સામ્રાજ્ય પર કબજો કરી લીધો. ત્યાર બાદ હસ્તિનાવતી એટલે કે હમ્પીને વિજયનગર સામ્રાજ્યની રાજધાની બનાવવામાં આવી.

અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી ફેલાયેલુ હતું સામ્રાજ્ય
તમને જણાવી દઈએ કે, રાજા કૃષ્ણ દેવરાય કુટનીતિમાં બહુ નિષ્ણાત હતા. પોતાની બુદ્ધીના જોરે તેમણે આંતરિક વિદ્રોહને ડામીને બહમાની સામ્રાજ્યો પર સત્તા મેળવી લીધી હતી. કૃષ્ણ દેવરાયે સત્તા સંભાળી તે પછી, તેમનું સામ્રાજ્ય અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી વિસ્તર્યું હતું. જેમાં આજના કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા અને ઓડિશા રાજ્યોનો સમાવેશ થઈ જાય છે.

નોંધનિય છે કે, મહારાજા કૃષ્ણ દેવરાયના રાજ્યની સીમાઓ પૂર્વમાં વિશાખાપટ્ટનમ, પશ્ચિમમાં કોંકણ અને દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પના અંત સુધી હતી. આ ઉપરાંત હિંદ મહાસાગરમાં સ્થિત કેટલાક ટાપુઓ પણ તેમના કબજા હેઠળ હતા. કહેવાય છે કે, રાજા કૃષ્ણદેવે તેમના શાસનકાળ દરમિયાન કલા અને સાહિત્યને ઘણુ પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ તેલુગુ સાહિત્યના મહાન વિદ્વાન પણ હતા. એટલુ જ નહીં કુમાર વ્યાસની ‘કન્નડ-ભારત’ કૃષ્ણ દેવરાયને સમર્પિત છે. તેમણે પ્રખ્યાત તેલુગુ લખાણ ‘અમુક્ત મલ્યાદા’ અથવા ‘વિશ્વુવિતીયા’ની રચના કરી હતી. આ ઉપરાંત કૃષ્ણ દેવરાયે સંસ્કૃત ભાષામાં ‘જાંબવતી કલ્યાણ’ નાટક પણ રચ્યું હતું. આ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘પરિણય’, ‘સકલકથાસર-સંગ્રહમ’, ‘મદારસાચરિત્ર’, ‘સત્યવધુ-પરિણય’ પણ લખ્યા છે.

તેમના દરબારમાં 8 કવિઓ રહેતા હતા

તેમને જાણીને નવાઈ લાગશે કે તેમના દરબારને તેલુગુના આઠ મહાન વિદ્વાનો અને કવિઓ (અષ્ટદિગ્ગજ) પણ રહેતા હતા. તેમના શાસનકાળમાં તેલુગુ સાહિત્યને ગમુ પ્રોત્સાહન મળ્યું હતુ. આ કવિઓ કૃષ્ણદેવના દરબારમાં સાહિત્ય સભાના આઠ આધારસ્તંભ કહેવાતા. કૃષ્ણદેવ રાયને આંધ્ર ભોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાલિંગમ એટલે કે તેનાલીરામ રાજા કૃષ્ણ દેવરાયના દરબારમાં સૌથી અગ્રણી સલાહકાર હતા. કૃષ્ણ દેવરાયનું અનુકરણ કરીને જ અકબરે બીરબલને પોતાના નવરત્નોમાં રાખ્યો હતો.

કૃષ્ણદેવ રાયના મૃત્યુ બાદ થયું સામ્રાજ્યનું પતન

નોંધનિય છે કે, કૃષ્ણદેવ રાયે તેમના શાસનકાળ દરમિયાન પશ્ચિમી દેશો સાથે વેપારને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના પોર્ટુગીઝ સાથે પણ સારા સંબંધો હતા, જેમનો વેપાર તે દિવસોમાં ભારતના પશ્ચિમ કિનારે વેપાર કેન્દ્રો તરીકે સ્થાપિત થયો હતો. તેએ માત્ર એક મહાન લારા યોદ્ધા જ નહોતા, પરંતુ તે કળાના જાણકાર અને સુલભતાના મહાન આશ્રયદાતા પણ હતા.

તેમણે તેમના વ્યક્તિત્વ આકર્ષમ, દયા અને આદર્શ વહીવટ દ્વારા લોકોને ઘણી મદદ કરી. વિજયનગર સામ્રાજ્યના પતનનો પ્રારંભ 1529માં કૃષ્ણદેવ રાયના મૃત્યુ સાથે શરૂ થયો. 1565માં આ સામ્રાજ્યનો અંત આવ્યો જ્યારે આદિલશાહી, નિઝામશાહી, કુતુબ શાહી અને બરીદ શાહીના સંયુક્ત પ્રયાસોથી તાલીકોટા ખાતે રામ રાયનો પરાજય થયો.

કૃષ્ણ દેવરાયના મૃત્યુ પછી, બીજાપુર, બિદર, ગોલકોંડા અને અહમદનગરના ક્રૂર મુસ્લિમ શાસકોએ આખરે વિજયનગર પર હુમલો કર્યો, બિરારનું માત્ર એક મુસ્લિમ રજવાડું બાકી રહ્યું. ત્યારે રાજા સદાશિવ રાય ગાદી પર હતા પરંતુ રાજ્યના મુસ્લિમો અને તેમની પોતાની સેનાની મુસ્લિમ ટુકડી દ્વારા તેમને દગો આપવામાં આવ્યો હતો. આ યુદ્ધ તાલીકોટમાં થયું હતું.

મુસ્લિમ સેનાપતિઓએ દગો દીધો

સેનાપતિ રાયએ આ સંયુક્ત મુસ્લિમ આક્રમણમાં વિજયનગરની સેનાનું નેતૃત્વ કર્યું હતું. ભીષણ યુદ્ધ દરમિયાન, વિજયનગરની સેના જીતવાની તૈયારીમાં હતી જ્યારે તેના મુસ્લિમ સેનાપતિઓ પોતપોતાના સૈનિકોને લઈને આક્રમણકારી સેનામાં જોડાઈ ગયા. આનાથી યુદ્ધનો દેખાવ જ બદલાઈ ગયો. કમાન્ડર આલિયા રાય કંઈ વિચારે તે પહેલા જ તે પકડાઈ ગયો. આલિયા રાય પકડીને મારી નાખવામાં આવ્યો. સદાશિવ જાણતા હતા કે વિજય આપણા સૈન્યનો જ થવાનો છે, પરંતુ જ્યારે તેને વિજયનગરના સૈન્યની હારના સમાચાર મળ્યા ત્યારે તે શક્ય તેટલી સંપત્તિ એકઠી કરીને હમ્પી શહેરમાંથી ભાગી ગયા.

ઇતિહાસનો સૌથી ઘાતકી હુમલો

તેમના મૃત્યુ પછી, આ વિશાળ સામ્રાજ્ય 1565 માં બિદર, બીજાપુર, ગોલકોંડા, અહમદનગર અને બેરારની મુસ્લિમ સેનાઓ દ્વારા ઘાતકી હુમલા દ્વારા નષ્ટ કરવામાં આવ્યું. ભીષણ લૂંટફાટ અને કત્લેઆમ થઈ અને આખું શહેર ખંડેર અને લાશોના ઢગલામાં ફેરવાઈ ગયું. તે ઇતિહાસનો સૌથી ઘાતકી હુમલો હતો. જેમ કે દિલ્હીમાં નાદિર શાહ અને અહમદ શાહ અબ્દાલીએ ઘાતકી હુમલો કર્યો હતો.

તે સમયે વિજયનગરની સેનાને દક્ષિણની અજેય સેના માનવામાં આવતી હતી, પરંતુ ભારતીય હિંદુ રાજાઓની ઉદારતા ઘણીવાર તેમના માટે ઘાતક સાબિત થઈ. તાલીકોટના યુદ્ધમાં પણ એવું જ થયું હતું. 25 ડિસેમ્બર 1564 એ વિજયનગરના પતનની તારીખ બની. સદાશિવ રાયનો રાજવી પરિવાર ત્યાં સુધીમાં પેનુકોંડા (હાલના અનંતપુર જિલ્લામાં સ્થિત) પહોંચી ગયો હતો.

વિજયનગર સામ્રાજ્ય લગભગ 80 વર્ષ સુધી ચાલ્યું

તેણે પેનુકોંડાને પોતાની નવી રાજધાની બનાવી, પરંતુ ત્યાં પણ નવાબોએ તેને શાંતિથી રહેવા ન દીધા. બાદમાં, તેઓ ચંદ્રગિરી (જે ચિત્તૂર જિલ્લામાં છે)ને રાજધાની બનાવવા માટે ત્યાંથી ચાલ્યા ગયા. કદાચ ત્યારે કોઈએ તેમનો પીછો ન કર્યો. વિજયનગર સામ્રાજ્ય લગભગ 80 વર્ષ સુધી ચાલ્યું. દેશદ્રોહીઓના કારણે 1646માં વિજયનગર સામ્રાજ્ય ઈતિહાસના કાળચક્રમાં હંમેશા મા ટેદટાઈ ગયું. આ વંશના છેલ્લા રાજા રંગરાય (ત્રીજા) હતા, જેનું મૃત્યુ કદાચ 1680માં થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *