1. રોના માં મૃત્યુ પામેલા લોકોના કુટુંબને 50 હજાર રૂપિયાની સહાય મળશે.

કોરોના કાળમાં આરોગ્યની અપૂરતી સુવિધાના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. કોરોનના કેસો વધતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં જોવા મળી હતી, જેમાં ઘણા લોકોને ઓક્સિજન કે સમયસર દવા ન મળતા વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોવિડના લીધે પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ હતી કે દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થયા હતા. ઉપરાંત દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે 108ની સુવિધામાં કલાકોની કે દિવસોની રાહ જોવી પડતી હતી આવી અસુવિધાના લીધે ઘણા વ્યક્તિઓ એ પોતાના કુટુંબીજનો ગુમાવ્યા છે તેની સામે રાજ્ય સરકાર આર્થિક મદદ કરવા માટે તૈયાર થઈ છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને આર્થિક મદદ મળશે. આર્થિક સહાયમાં 50 હજાર રૂપિયા મળશે. કોરોના સંક્રમિત થયાના 30 દિવસમાં જે લોકોના મૃત્યુ થયા છે તે લોકોનાં પરિવારજનને આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.

ગુજરાત આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની યાદીવાળા 10088 કેસોમાં ઝડપથી કાર્યવાહી થશે અને ફોર્મની પ્રક્રિયા સરળ કરવામાં આવશે. કોરોના થી મૃત્યુ પામેલ વ્યક્તિના પુરાવા તરીકે RT–PCR ટેસ્ટ કે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ડેથ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. ડેથ સર્ટિફિકેટ માં મૃત્યુ થવાનું કારણ કોરોના દર્શાવેલ હોવું જોઈએ.

રાજ્ય અને દેશમાં કોરોના એ હાહાકાર મચાવ્યો હતો ત્યારબાદ હવે જે લોકોના કોરોના માં મૃત્યુ થયા છે તેમના પરિવારજનો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. જે પરિવારજનોએ તેમના વડીલો, આગેવાનો કે કમાણી કરતા વ્યક્તિઓ ગુમાવ્યા તેવા પરિવારજનોને ગુજરાત સરકાર 50 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય મેળવવા માટેના ફોર્મ 15 નવેમ્બરથી ભરવાના શરૂ થઈ ગયા છે.

આ સહાય મેળવવા માટે કોરોના થી મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો એ પુરાવા તરીકે RT–PCR ટેસ્ટ કે ડોક્ટર પાસેથી મળેલ ડેથ સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ને સર્ટિફિકેટ આપવા માટે સમિતિની રચના કરી છે. આ સમિતિ દ્વારા તે વિવિધ કારણો તપાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં તેની ખરાઈ કર્યા બાદ સર્ટીફીકેટ આપશે. સર્ટિફિકેટમાં દર્દીના મોતનું કારણ કોરોના દર્શાવેલ હોવું જરૂરી છે.

મહત્વની વાત છે કે કોરોના થી મૃત્યુ પામેલ પરિવારજનોને 30 દિવસની અંદર 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય માટે કોરોના થી મૃત્યુ પામેલ લોકોનો સર્ટીફીકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

2. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયો મોટો ફેરફાર ફટાફટ જાણી લ્યો

આચારસંહિતાનો અમલ ગુજરાત રાજ્યના 33 જિલ્લા માં લગાવી દેવામાં આવ્યો છે. મતદાનને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટો બદલાવ આવ્યો છે.

ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીમા 2.06 કરોડ જનતા EVM મશીન ની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે.EVM મશીન પૂરતી સંખ્યામાં ન હોવાથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણી આયોગના ચિફ સંજયનંદને જણાવ્યું કે રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં 10284 સરપંચ અને 89702 માં ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે જ જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 ના રોજ પૂરી થાય છે અને જે ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી અને વિભાજનવાળી ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી આ સાથે જ યોજવામાં આવશે.

રાજયમા 33 જિલ્લાઓમાં ચૂંટણીનું જાહેરનામું 29મી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ આ મુજબ રહેશે જેમાં

22 નવેમ્બર 2021 ના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે

29 નવેમ્બર 2021 ના રોજ ચૂંટણી ની નોટીસો અને જાહેરનામાં બહાર પાડવામાં આવશે

4 ડિસેમ્બર 2021 ના રોજ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે

6 ડિસેમ્બર 2021 ના રોજ ઉમેદવારીપત્રો ની ચકાસણી કરવામાં આવશે

7 ડિસેમ્બર 2021 ના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે.

19 ડિસેમ્બર 2021ના રોજ સવારનાં 07:00 વાગ્યાથી સાંજના 06:00 સુધી મતદાન કરવામાં આવશે.

20 ડિસેમ્બર 2021 ના રોજ જરૂર જણાય તો પૂન: મતદાન કરવામાં આવશે

21 ડિસેમ્બર 2021 ના રોજ મતગણતરી કરવામાં આવશે

24 ડિસેમ્બર 2021 ના રોજ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થશે.

રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં ઈવીએમ મશીનની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે તેઓ ચૂંટણી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

3) PGVCL ભરતી/વિદ્યુત સહાયક ભરતીનાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી, પગાર 37000 હજારથી 100000

PGVCL(પશ્ચિમ ગુજરાત વીજ કંપની) માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં 49 વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવી હતી અને સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પૂર્ણ થઇ ગયો હતો. પરંતુ અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની વધુ એક તક આપી છે.

સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી નો સમયગાળો પૂરો થઈ ગયો હતો.PGVCL માં નોકરી મેળવવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સરકારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર કરવામાં આવી છે. વિદ્યુત સહાયક ની 49 જગ્યા પર જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી ફી ભરવાની રહેશે

શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો BE (bachelor of engineering) અથવા બીટેક ઇલેક્ટ્રોનિક નો અભ્યાસ કરેલો હોવો જોઈએ. સેમેસ્ટર 7 અને 8 પાસ કરેલ વિદ્યાર્થી અરજી કરી શકશે. ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે એક પણ સેમેસ્ટરમાં એટીકેટી ના હોવી જોઈએ

જુનિયર એન્જિનિયર ની ખાલી પડેલી 49 જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર જ અરજી કરી શકશે. 49 જગ્યા પૈકી બિન અનામત 12 જગ્યા, SC ની 3 જગ્યા, ST ની 30 જગ્યા, EWS ની 3 જગ્યા બહાર પાડવામાં આવે છે.

આ નોકરી માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વધુમાં વધુ 35 વર્ષ, બિન અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વધુમાં વધુ 40 વર્ષ અને મહિલા ઉમેદવારને વધારાના 5 વર્ષ છૂટછાટ આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન ફી ભરવાની રહેશે. જનરલ કેટેગરી અને ews કેટેગરી ના ઉમેદવારો માટે રૂપિયા 500 અને SC, ST ઉમેદવારો માટે રૂપિયા 250 નક્કી કરવામાં આવેલા છે. ઓનલાઈન અરજી 16 નવેમ્બર 2021 સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી

સ્વીકારાશે.અરજી કરનાર ઉમેદવારોએ સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાનની પરીક્ષા આપવાની રહેશે.
ભારતી માં પસંદ પામેલા ઉમેદવારોને 5 વર્ષ સુધી 37,000 ફિક્સ પગાર આપવામાં આવશે. અને ત્યાર પછીના 5 વર્ષ માટે 39,000 પગાર આપવામાં આવશે ત્યારબાદ સરકારી નિયમ મુજબ 45,400 — 1,01,200 રૂપિયાના ગ્રેડ પે મુજબ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *