ઝડપી બદલાય રહેલા જમાનામાં તમારે પૈસા ની કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ જરૂર પડી શકે છે. તેમ ATM કાર્ડ ઘરે ભૂલી ગયાં તો ચિંતા કરવાની જરૂર નથી આવી પરિસ્થિતિમાં તમારી પાસે ATM હોય તો એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકશો કે પછી બેંકની લાંબી હરોળમાં ઘણા સમયની રાહ જોઈને સ્લીપ દ્વારા ઉપાડી શકશો. તમારે પૈસા ઉપાડવા માટે બેંકમાં જવાની કે એટીએમ કાર્ડની જરૂર નહીં પડે. તમારા પાસે માત્ર સ્માર્ટફોન હોવો જોઈએ સ્માર્ટફોનથી દેશના કોઇપણ ખુણેથી ATM મશીનમાંથી ATM વગર માત્ર ગણતરીની મિનિટમાં જ પૈસા ઉપડી શકાશે.

SBI (STATE BANK OF INDIA) YONO એપની સુવિધા આપે છે. આ એપ દ્વારા ડેબિટ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકશો. પરંતુ આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેંકમાંથી એટીએમ વગર પૈસા ઉપાડવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ તમારી પાસે આ બેંકની એપ રજીસ્ટર કરેલી હોવી જોઈએ. પૈસા ઉપાડવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે. આનાથી સરળતાથી અને ઝડપી પૈસા ઉપાડી શકશો.

તમે ATM મશીનમાંથી એટીએમ વગર પૈસા ઉપાડવા માંગો છો તો તમારા સ્માર્ટ મોબાઈલ માં SBI કે YONO એપ રજીસ્ટર કરેલી હોવી જોઈએ. કારણકે એપ વગર પ્રોસેસ પૂરી કરી શકાશે નહીં. આ એપ દ્વારા કોઈપણ જગ્યાએથી એસબીઆઈ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકશો. આ સેવામાં તમને એટીએમમાંથી ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 10000 રૂપિયા ઉપાડવાની સુવિધા આપવામાં આવે છે.

તમારા મોબાઇલમાં YONO એપ ડાઉનલોડ કરી ઓપન કરો
YONO એપ પર જાવ ને હોમ પેજ ખોલો
ત્યાર પછી YONO કેશનો વિકલ્પ સિલેક્ટ કરો
YONO કેશમાં ATM ઉપર ક્લિક કરો અને જેટલી રકમ ઉપાડવી હોય તે રકમ દાખલ કરો
હવે પછી 6-અંકનો પીન બનાવો પડશે
આ પીન YONO કેશ ટ્રાન્ઝેક્શન પર જનરેટ થશે.
તમારે ATM મશીનમાં YONO કેશ નો વિકલ્પ પસંદ કરો
આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ 6 અંકનો પીન દાખલ કરવાનો રહેશે જે તમે હમણાં જ બનાવ્યો છે
ઉપરની પ્રોસેસ પૂર્ણ થતા જ એટીએમમાંથી પૈસા ઉપડી જશે.
એક્સિસ બેન્ક કે આઈસીઆઈસી બેંક આવી સુવિધા આપતું નથી પરંતુ એટીએમમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે તેની મદદથી એસબીઆઈ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી પૈસા ઉપાડી શકશો.

2) લગ્ન પ્રસંગે ST બસ ભાડે મળશે 120 કિમી સુધી જરૂર માહિતી મેળવી લેવી બાકી…

લગ્ન નો સમયગાળો શરૂ થઈ ગયો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ જ ઉંચા છે ત્યારે ભાડાનો દર વધારે ચૂકવવો પડે છે તેની સામે ગુજરાત સરકારે સસ્તા દરે ST બસ ભાડે આપે છે આ સુવિધા મેળવવા માટે વધારે માહિતી મેળવી લઈએ

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા લગ્ન પ્રસંગોમાં જાનૈયાઓને લાવવા લઈ જવા સસ્તાં ભાડાથી ST બસ આપવામાં આવે છે. થોડા સમય પહેલા જ આ સુવિધા બહાર પાડવામાં આવી હતી તે ખુબજ લોકપ્રિય બની છે. ઘણા લોકો આ સુવિધાનો લાભ મેળવે છે અને તમે પણ મેળવજો.

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સૌ પ્રથમ નજીકના ST બસ ડેપો પર જઈને અરજી કરવાની રહેશે અરજીમાં મુખ્યત્વે અરજદારનું નામ, મોબાઇલ નંબર, સરનામું, બસની સંખ્યા, લગ્નની તારીખ, ઘરથી લગ્ન સ્થળ સુધીનું અંતર વગેરે બાબતો ભરી ડેપો મેનેજર શ્રી ને અરજી કરવાની રહેશે અને તેની સાથે લગ્ન કંકોત્રી પુરાવા તરીકે જોડાણ કરવાની રહેશે.

લગ્ન પ્રસંગો માટે ટૂંકા અંતરની ગ્રુપ મુસાફરી માટે રાહત દરે બસ સુવિધા આપવા માટે ભાડાની રકમ વિગત મીની બસ સીટીગ કેપેસિટી 34 પેસેન્જર ઘરથી લગ્ન સ્થળ અને પાછા ઘર સુધી નું અંતર 40 કિલોમીટર હોય તો ભાડું 1200 રૂપિયા અને એક તરફી ટ્રીપ નું ભાડુ 700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેવી જ રીતે કુલ 80 કિલોમીટર સુધીના અંતર નુ ભાડું 2000 રૂપિયા છે. એક તરફી ટ્રીપનુ ભાડું 1200 રૂપિયા છે. કુલ 120 કિલોમીટર સુધીના અંતર નું ભાડું 3000 રૂપિયા છે એક તરફી ટ્રીપનું ભાડું 1500 રૂપિયા ચૂકવવા પડશે.

સુપર એક્સપ્રેસ સીટીંગ બસ કેપેસિટી 51 મુસાફરોની હોય તેના ભાડાનો દર ઉપર મુજબ કુલ 40 કિલોમીટર નું ભાડું 2000 રૂપિયા છે એક તરફી ટ્રીપ નું ભાડું 1000 રૂપિયા અને 80 કિલોમીટર સુધીના અંતરનું ભાડું 4000 રૂપિયા છે અને એક તરફી ટ્રીપ નું ભાડું 2000 રૂપિયા અને કુલ 120 કિલોમીટર સુધીના અંતરનું ભાડું 6000 રૂપિયા છે એક તરફી ટ્રીપ નું ભાડું 3000 રૂપિયા ચૂકવવું પડશે.

રાજકોટ એસટી ડિવિઝનમાં અત્યારસુધી માં નવેમ્બર અને ડિસેમ્બર મહિના લગ્નના દિવસો દરમ્યાન 50 એસટી બસો બુક કરાવવામાં આવી તેવું ડેપો મેનેજર તરફથી જણાવવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝન હેઠળ આવતા બસ ડેપો જેવા કે ગોંડલ, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધાંગધ્રા, લીમડી, મોરબી અને સુરેન્દ્રનગર સહિત 50 એસટી બસ એડવાન્સ બુક કરાવવામાં આવી છે.

એસટી નિગમ દ્વારા મુસાફરોને પ્રસંગો માટે સુલભ અને સરળ રીતે સસ્તા દરે આવી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી એક જ ગ્રુપના મુસાફરો એક સ્થળે થી બીજા સ્થળે જવા તેમજ આવવા માટે મુસાફરોની માંગણીના સ્થળે થી બસ સુવિધા આપવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે

1) બંને તરફી મુસાફરી માટેના કિસ્સામાં શરૂઆતના એક કલાક સુધીના સમયની છૂટછાટ આપવામાં આવશે એક કલાકથી વધુ રોકાણ માટે પૂનઃપરત માગ્યાં મુજબના સમય વાહન મોકલવા અને બંને તરફનુ ભાડુ વસૂલ કરવામાં આવશે.

2) સીટિંગ કેપેસિટી કરતા વધુ મુસાફરોનું વહન થઈ શકશે નહીં.

3) આ સુવિધા ગુજરાત રાજ્યના હદ વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે જ આપવામાં આવે છે.

4) આ સુવિધા મુસાફરોને જવા-આવવા બસની માંગણી કરવાની રહેશે એક તરફી ટ્રિપની બસની માંગણી કરવામાં આવે તો ઉપર મુજબ ભાડું ચૂકવવાનું રહેશે.

5) મુસાફરી દરમિયાન આવતા ટોલનાકા પર એક્સ જે તે પાર્ટીએ ભરવાનો રહેશે

6) આ યોજના માટે માંગણી આવેથી બસ ડેપો થી ઉપડવાના સ્થળ તેમજ પરત તે સ્થળથી ડેપો સુધીના કિલોમીટર નું ભાડું ચૂકવવું નહિ પડે.

7) ઉપરોક્ત સંચાલન માટે નિયત સંચાલનની લિંક સાથે આયોજન કરવામાં આવેલ ન હોય તેવી ટ્રીપ માટે કંડકટર વગર સંચાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *