majdhar

1) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થી માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા તારીખ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ-10 અને 12ના પરીક્ષાના ફોર્મ ની ફી નક્કી કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આ બાબત ધ્યાન આપવું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર હેઠળ નોંધાયેલી તમામ, સરકારી, બિન સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો, આચાર્ય, વહીવટી કર્મચારી, શિક્ષક ગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમા વર્ષ 2022 ના બોર્ડની જાહેર પરિક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ 22 /11/ 2021 થી તારીખ 21/12/ 2021 ના રોજ રાત્રિના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકાશે. ધોરણ 10ના તમામ વિદ્યાર્થી ( રેગ્યુલર ,ખાનગી, રીપીટર) આવેદનપત્ર ઓનલાઈન ભરવા ના રહેશે.

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધ્યાન આપવું કે સમયસર આવેદન પત્ર ભરવું. ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષાની ફી ભરવાની રહેશે નહિ. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ ફી નક્કી કરવામાં આવી છે.

ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ ફી ભરવાની રહેશે
નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થી માટે 355 રૂપિયા

નિયમિત રીપીટર વિદ્યાર્થી માટે(એક વિષય) 130 રૂપિયા
નિયમિત રિપીટર વિદ્યાર્થી (બે વિષય) 185 રૂપિયા
નિયમિત રિપીટર વિદ્યાર્થી ( ત્રણ વિષય) 240 રૂપિયા
નિયમિત રિપીટર વિદ્યાર્થી ( ત્રણ કરતા વધુ વિષય) 345 રૂપિયા
પુથ્થક ઉમેદવાર ( એક વિષય) 130 રૂપિયા
પુથ્થક ઉમેદવાર ( બે વિષય) 185 રૂપિયા
પુથ્થક ઉમેદવાર ( ત્રણ વિષય) 240 રૂપિયા
ખાનગી ઉમેદવાર (નિયમિત) 730 રૂપિયા
ખાનગી રિપીટર ( એક વિષય) 130 રૂપિયા
ખાનગી રિપીટર ( બે વિષય) 185 રૂપિયા
ખાનગી રિપીટર ( ત્રણ વિષય ) 240 રૂપિયા
ખાનગી રિપીટર ( ત્રણ કરતા વધુ વિષય) 345 રૂપિયા
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે નીચે મુજબ પરીક્ષા ફી ભરવાની રહેશે.
નિયમિત વિદ્યાર્થી 490 રૂપિયા
નિયમિત રિપીટર(એક વિષય) 140
નિયમિત રિપીટર(બે વિષય) 220
નિયમિત રિપીટર( ત્રણ વિષય) 285
નિયમિત રિપીટર( ત્રણ કરતા વધુ વિષય) 490
પુથ્થક ઉમેદવાર( એક વિષય) 140
પુથ્થક ઉમેદવાર ( બે વિષય) 220
પુથ્થક ઉમેદવાર ( ત્રણ વિષય) 285
ખાનગી ઉમેદવાર (નિયમિત) 870
ખાનગી રિપીટર ( એક વિષય) 140
ખાનગી રિપીટર ( બે વિષય) 220
ખાનગી રિપીટર ( ત્રણ વિષય ) 285

ખાનગી રિપીટર ( ત્રણ કરતા વધુ વિષય) 490
સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં આવેદનપત્ર ફી એકસરખી રહેશે. આવેદન પત્રોની ફી માં ગયા વર્ષની સરખામણીએ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

2) ધોરણ 1 થી 12 વર્ગો આજથી શરૂ

કોવિડ 19 વાઇરસ આવવાથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય 20 માર્ચ 2020 થી બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાની 3 વેવની અસર ઓછી જણાતા સતત બે વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં ધોરણ 1 થી 5 ના બાળકો શાળાએ જઈ શિક્ષણ મેળવી શક્યા નથી જેને લઈને સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર ની ગાઈડલાઈનું પાલન કરી શાળામાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાનું રહેશે.

જયારે ધોરણ 6 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થતા આજથી બીજા સત્રનો પ્રારંભ થયો છે તેની સાથે જ 20 મહિના થી બંધ પડેલા ધોરણ 1 થી 5 ના વર્ગોમાં આજે ફરી બાળકોના મધુર અવાજો સંભળાય છે. બાળકોના ખિલખિલાટ અને મધુર અવાજ સાથે ધોરણ 1 થી 5 વર્ગોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓ એ

  • સરકારની ગાઇડ લાઇનું પાલન કરવાનું રહેશે.
  • શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીની હાજરી મરજીયાત રહેશે.
  • જે વિદ્યાર્થી સ્વેચ્છાથી પ્રત્યક્ષ શિક્ષણ માં જોડાવા ન માગતા હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.
  • પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે બાળકોના વાલી પાસેથી લેખિત સંમતિ પત્ર મેળવવાનું રહેશે.
  • વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ રહેવું જોઇએ.
  • વર્ગખંડમાં 50 % વિદ્યાર્થીઓને એકાંતરે બોલાવવામાં આવશે.
  • શિક્ષણ વિભાગના નિર્ણય ગુજરાત રાજ્યની 931 પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના 1.30 લાખ વિદ્યાર્થી માટે ઓફ લાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવ્યું કે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનનું શાળાએ પાલન કરવાનું રહેશે.
  • દરેક વિદ્યાર્થી અને શિક્ષકોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને એસ. ઓ. પી તેમજ અન્ય નિયમનું પાલન કરવાનું રહેશે.
  • કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી, શિક્ષક કે અન્ય સ્ટાફ્ને શાળાએ ન આવવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગની એસ.ઓ.પી.માં જણાવાયુ છે.

3) ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે આપી છૂટછાટ

ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય છે પરંતુ ઓછા ગુણ કે કૃપા ગુણ ના લીધે પ્રવેશ મેળવી શકતા ન હતા આવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગે પ્રવેશ માટે રાહત આપી છે.

ધોરણ 10માં ગ્રેસિંગ સાથે પાસ થતા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયર વિભાગમાં એડમિશન મેળવી શકશે સરકારે મંજૂરી આપી. ધોરણ 10માં માસ પ્રમોશન માં 1લાખ જેટલા વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ કરવામાં આવ્યા છે. ત્યારે સરકારે આવા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા ઇજનેરમાં પ્રવેશ આપવામાં આવશે તેવી મંજૂરી આપી દીધી છે.

ગત વર્ષે કોરોના કહેરના લીધે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇન્જરીમાં પ્રવેશ માટેના નિયમ મુજબ ગ્રેસિંગ સાથે 35 ટકા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી ડિપ્લોમા ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે જેના પગલે સરકાર અને ડિપ્લોમા કોલેજ એસોસિએશનને પ્રવેશ સમિતિને રજૂઆત કરી હતી. ત્યાર પછી સરકારે ગ્રેસિંગ પાસ સહિતના વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે કમિટી બનાવી હતી. આ કમિટીએ સરકારને ગ્રેસિંગ થી પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે જાણ કરી હતી સરકારે દિવાળી બાદ આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તેવી મંજૂરી આપી દીધી છે.

ડિપ્લોમા ઇજનેરીની સરકારી કોલેજ 5358 અને ખાનગી કોલેજમાં 32885 સીટ ખાલી ખાલી પડી છે. ખાલી પડેલી સીટો ભરવા માટે ગ્રેસિંગ સાથે ધોરણ 10માં ઓછામાં ઓછા 35 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 9 નવેમ્બરથી પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશનો ચોથો રાઉન્ડ જાહેર કર્યો છે.

ખાલી પડેલી 37 હાજર જેટલી બેઠકો ભરવા માટે 9 નવેમ્બર થી 14 નવેમ્બર સુધી રજીસ્ટેશન થઈ શકશે. અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ અને મેરીટમાં સમાવેશ ન થયેલ તમામ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

23 નવેમ્બર ના રોજ ચોથા રાઉન્ડનુ એલોટમેન્ટ જાહેર કરવામાં આવશે અને 25 નવેમ્બર સુધીમાં ફી ભરવાની રહેશે. અત્યાર સુધીમાં સરકારી કોલેજમાં 15333 બેઠકો અને ખાનગી કોલેજમાં 14163 બેઠકો ભરાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *