1) શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્કૂલ-કોલેજમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી.
કોરોના નો કહેર ઓછો થતા ગુજરાતમાં 7મી જૂન 2021 થી ધોરણ 10, 12 અને કોલેજના વર્ગો શરૂ કર્યા હતા. થોડા દિવસો પછી ધોરણ 6 થી 9 અને 11માના વર્ગોને શરૂ કરવાની મંજૂરી આપી હતી. છેલ્લા બે વર્ષથી નવરાત્રિમાં મીની વેકેશન આપવામાં આવતું હતું, આ વર્ષે નવરાત્રી વેકેશન ને રદ કરવામાં આવ્યું હતું.
પ્રથમ સત્રમાં જાહેર રજાઓ અને સ્થાનિક રજાઓને બાદ કરતા અભ્યાસના 117 દિવસો થયા છે. 18મી ઓકટોબર પ્રથમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, 27મી સુધીમાં પ્રથમ પરીક્ષા પૂર્ણ થયેલ છે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે.
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું આપવામાં આવતું હતું. આ વર્ષે દિવાળી વેકેશનમાં 8 દિવસ વધારવામાં આવ્યા છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી સ્કૂલ કોલેજમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવશે. તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્વીટ કરીને જાણકારી આપી છે.
પ્રથમ સત્રમાં કાર્યના દિવસો જૂનમા 20, જુલાઈમાં 26, ઓગસ્ટ 23, સપ્ટેમ્બરમાં 25 અને ઓક્ટોબરમાં 23 દિવસો છે.
દ્વિતીય સત્રનો પ્રારંભ 22મી નવેમ્બર 2021થી થવાનો છે. ત્યારે શિક્ષણ વિભાગ ધોરણ 1 થી 5 વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી શકે તેવા એંધાણ જોવા મળે છે. બીજા સત્રમાં કાર્યના કુલ 136 દિવસો રહેશે, માસવાર કાર્ય ના દિવસો નવેમ્બરમાં 8, ડિસેમ્બર 26, જાન્યુઆરી 24, ફેબ્રુઆરી 24, માર્ચ 25, એપ્રિલ 23, મેં 6 દિવસ રહેશે. 8 દિવસ સ્થાનિક રજાઓ અને જાહેર રજાઓ ને બાદ કરતા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર ના કામના દિવસો 245 છે.
વર્ષ દરમ્યાન કુલ 80 દિવસોની રજા મંજુર કરવામાં આવી છે, જેમાં 21 દિવસ દિવાળી વેકેશન, 35 દિવસ ઉનાળુ વેકેશન, 8 દિવસ સ્થાનિક રજાઓ અને જાહેર રજાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
2) પરીક્ષાઓની તારીખ બદલાય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લીધો સૌથી મોટો નિર્ણય
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાતની સ્કૂલ-કોલેજમાં 30 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના લીધે ગુજરાત યુનિવર્સિટી અને ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિતની પરીક્ષાઓ રાજ્ય સરકારે મોકુફ રખવાવામાં આવી છે. તેના પાછળનું કારણ છે કે રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. પરીક્ષા પાછળ ઠેલવતા વિદ્યાર્થીઓ આનંદિત થયા છે. તો પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે?
દિવાળી વેકેશન 30 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રહેશે. બીજું સત્ર 22મી નવેમ્બરથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. દિવાળી વેકેશનની જાહેરાત થતા પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. જેમાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU), ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતની બીજી યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોશે.
જે પરીક્ષાઓ 16મી નવેમ્બર ના દિવસે શરૂ થવાની હતી તેની તારીખ બદલવામાં આવી છે. મોટાભાગની યુનિવર્સિટીએ વેકેશન ખુલતાની સાથે જ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે જેને લઇને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. GTU ના કુલપતિ નવીન શેઠે જણાવ્યું છે કે 16 નવેમ્બરના દિવસે પરીક્ષા શરૂ થવાની હતી, તે હવે 23 નવેમ્બરના દિવસે શરૂ થશે.
સમગ્ર મામલે નવીન શેઠે જણાવ્યું કે દિવાળી વેકેશન 21 દિવસનું કરાયું છે તેના લીધે મોટાભાગની યુનિવર્સિટીમાં પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આપણને જણાવી દઈએ કે પહેલા GTU 16 નવેમ્બરનાં રોજ સેમેસ્ટર 1, 3, 5ની પરીક્ષાઓ શરૂ થવાની હતી તે હવે 23 નવેમ્બરના રોજ શરૂ થશે. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં લેવું.
3) ધોરણ 1 થી 5 ના વર્ગો ધમધમતા થશે શિક્ષણ મંત્રીએ આપ્યુ એલાન
ગુજરાતમાં કોરોના કહેર ઓછો થતા ધોરણ 6 થી 12 સુધીની શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવી હતી. અને પ્રથમ સત્ર 30મી ઓક્ટોબર ના રોજ પૂરું થયું છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકો બે વર્ષથી શાળાએ જઈને અભ્યાસ કરી શક્યા નથી. તો ધોરણ 1 થી 5 ના વર્ગો ક્યારે શરૂ કરવા કે નહી તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. .
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર નહિવત જોવા મળી રહી છે. અને બીજી તરફ બીજું સત્ર 22 નવેમ્બરથી શરૂ થવાનું છે, તો ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવી જોઈએ કે નહીં ?
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે બાળકોને ઓનલાઇન શિક્ષણ મળી રહ્યું છે તેમાં ઘણા બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે બાળકો શાળાએ જઈને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ બાળક શાળામાં આવે ત્યારે સીધુ ભણાવવાના બદલે જ્યાંથી તે ભૂલ્યા છે ત્યાંથી ભણાવવામાં આવશે.
બીજા સત્રનો શુભ પ્રારંભ 22મી નવેમ્બરથી થવાનો છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી, ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાતની ઘણી યુનિવર્સિટીમાં 16મી નવેમ્બરના દિવસે પરીક્ષાઓ શરૂ થવાની હતી તે મોકૂફ રાખવામાં આવી હતી. અને પરીક્ષાની નવી તારીખ 23મી નવેમ્બર જાહેર કરવામાં આવી હતી. તે વિદ્યાર્થીઓ એ ધ્યાનમાં લેવું.
ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મ જયંતી નિમિત્તે ભારેખમ ઉજવણી કરવામાં આવી હતી તેમાં ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા ના અધ્યક્ષ નીમા આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ લોખંડી મહાપુરુષને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના ધીમો પડયો છે તેથી શિક્ષણ ની ગાડી ઝડપથી પાટા ઉપર ચડી જશે. આ મુદ્દે તજજ્ઞોની ટીમ ચર્ચા કરશે અને ઝડપી નિર્ણય લેશે.
રાજ્યમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા કે નહીં તેની ચર્ચા કરી રહ્યું છે અને અમદાવાદની ખાનગી સ્કૂલોના સંચાલકોનું માનવું છે . નિયમોનું ચુસ્તપણે પાલન કરી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા જોઈએ.
4) ધોરણ 1 થી 5ના બાળકો થય જાવ તૈયાર ટૂંક સમયમાં જ શાળા શરૂ થશે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું
કેબિનેટ બેઠક પૂર્ણ થતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે બે વર્ષથી કોરોના કહેર ચાલી રહ્યો છે તેમની વચ્ચે ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થઈ શક્યા નથી. વાલીઓ ઈચ્છે છે કે હવે પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા જોઈએ પરંતુ વાલીઓએ થોડી રાહ જોવી પડશે કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે.
બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમણે જણાવ્યું કે આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે અને ઓફલાઈન શાળા શરૂ થાય તે પહેલા કમિટી બનાવવામાં આવશે અને આગામી દિવસોમાં કોરોના ની કેવી સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે. શાળા શરૂ થાય તેની સાથે જ બાળકોના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી છે.
કોરોના ના નિયમોનું પાલન કરી ઘણા લાંબા વિરામ બાદ શાળાઓ શરૂ થઈ શકે તેવી માહિતી મળી રહી છે. ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું છે. ડિસેમ્બર મહિનાના પહેલા પખવાડિયામાં પ્રાથમિક શાળાના વર્ગો શરૂ થઈ શકે છે. બાળકો અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ શાળાએ જઈ શકશે સાથે સાથે જ શાળાએ ન જવું હોય તો ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. શાળાના સમયમાં પણ ઘટાડો થઈ શકે તો વાર્ષિક કામના દિવસો માં વધારો કરવા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાય શકે છે.
5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળા શરૂ થાય તેવા સંકેતો આપ્યા હતા. શાળા શરૂ કરવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે હવે માત્ર તજજ્ઞોનોની કમિટી સાથે ચર્ચા વિચારણા કરી ઝડપથી શાળાઓ શરૂ કરી દેવામાં આવશે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને વાલીઓની સંમતિ સાથે બંધ શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લીધો છે હાલ રાજ્યની તમામ શાળામાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તો બીજું સત્ર 22 નવેમ્બરના રોજ શરૂ થવાનું છે તેની સાથે જ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાય શકે છે.