1) ગુજરાતના કર્મચારી દિવાળી સુધારી સરકાર આપશે મોટી ભેટ
દિવાળીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાર સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. ગુજરાત સરકારના કર્મચારીઓને આજે રહેઠાણના નવા મકાનની મોટી સુવિધા મળવાની છે.
ગાંધીનગરનાં સેક્ટર નંબર 6માં બનેલા સરકારી કવોટસૅનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને માર્ગ-મકાન મંત્રી ના હસ્તક લોકાર્પણ થવાનું છે જેમાં જર્જરિત મકાનમાં રહેતા કર્મચારીઓને નવા કવોટસૅ આપવામાં આવશે
ગાંધીનગરમાં કર્મચારીઓની દિવાળી પહેલા મોટી ભેટ આપવામાં આવી છે. દિવાળીના તહેવારોને લઈને સરકારે રાજ્યના કર્મચારીઓને બોનસ અને કોટસૅની ગિફ્ટ આપવામાં આવી છે. કોરોના ના કેસોની સંખ્યા ઘટતા રાજ્યભરમાં દિવાળીની રોનક જોવા મળી છે બધી બજારોમાં ભારેખમ ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ વખતે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી છે સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે.
ગાંધીનગરના સેક્ટર નંબર 6 માં બનેલા સરકારી આવાસો નું આજે મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રી દ્વારા લોકા અર્પણ હાથ ધરવાનું છે જેનો લાભ ગાંધીનગરના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા આવાસના નવા મકાનો આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જર્જરિત મકાનમાં રહેતા કર્મચારીઓને નવું મકાન આપવામાં આવશે. સરકારી આવાસોનો દિવાળી પહેલા જ લોકાર્પણ કરી દેવામાં આવશે અને કર્મચારીઓને ફાળવી દેવામાં આવશે. આ આવાસ સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યા છે.
આ વર્ષે દિવાળી ૪ નવેમ્બરના દિવસે છે તેને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને પગાર પણ વહેલા કરવામાં આવે તેવી માહિતી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. સેક્ટર્સ 6માં બનેલા સરકારી આવાસોનુ લોકાર્પણ કરી 560 જેટલા કર્મચારી જર્જરિત આવાસમાં રહે છે તેમને આવાસનું નવુ મકાન આપવામાં આવશે. ઉપરાંત રાજ્યના કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ હોય તેવું લાગે છે.
2) મફત રાશન/ કયાં સુધી આપવામાં આવશે મફત રાશન જાણી લ્યો બાકી…
કોરોના મહામારી ના કારણે ઘણા લોકોના જીવનપર માઠી અસર જોવા મળી છે ઘણા લોકોની જીવનશૈલી પણ બદલાઈ છે, કોઈના નાણાં છીનવાઈ ગયા છે તો કોઈના કુટુંબીજનો છીનવાઈ ગયા છે રોગચાળાના કારણે લોકોની કમાણી ઉપર વિપરીત અસર પડી છે આવા મુશ્કેલીના સમયમાં સામાન્ય લોકોને બે ટાઈમ પૂરતું ભોજન મળતુ નથી. તેવા લોકો સરકારે બે રોટલીના ટેકામાં મફત રાશન ની જાહેરાત કરી. જેના હેઠળ જરૂરિયાત મંદ લોકો અને ગરીબ લોકોને મફત રાશન આપવામાં આવ્યું હતું રેશનકાર્ડ ધારકોને “ગરીબ કલ્યાણ અન્ન યોજના”નવેમ્બર મહિના સુધી મફત રાશન આપવામાં આવ્યું હતું. ત્યારે સરકારે મફત રાશન વર્ષ 2022 સુધી મળશે એવું જણાવ્યું છે. આ યોજનાનો લાભ યુપી રાજ્યના લોકોને મળશે.
જ્યારે અત્યાર સુધી રેશનીંગ પરિવારના દરેક સભ્યોને 5–5 કિલો ઘઉં અને ચોખા આપવામાં આવ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે 35 કિલો મફત રાશન આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ યુપીની યોગી સરકાર નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી મફત રાશન આપશે. યુપીની યોગી સરકાર ચાર મહિનાથી ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ને દર મહિને મફત રાશન આપવાની વાત કરી રહ્યા છે. 35 કિલો અનાજમાં ઘઉં, ચોખા, મીઠું, કઠોળ, ખાંડ અને તેલ આપવામાં આવશે. તેનાથી યુપીના ઘણા લોકોને ફાયદો થશે.
પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના સૌપ્રથમવાર 2020 માં શરૂ કરવામાં આવી હતી જેના હેઠળ ગરીબ લોકોને મફત રાશન આપવામાં આવે છે. પ્રથમ વખત એપ્રિલથી નવેમ્બર 2020 સુધી લોકોને મફત રાશન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી તેનો સમયગાળો વધારીને મે 2021 થી નવેમ્બર સુધી કરવામાં આવ્યો હતો. યુપી સરકારે રાજ્યમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2022 સુધી ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે આ યોજનાનો લાભ માત્ર ઉત્તર પ્રદેશના લોકો માટે જાહેર કરવામાં આવ્યો છે.
3) ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય ફટાકડા ક્યાં અને ક્યારે ફોડી શકશો.
હિન્દુઓના તહેવારો જેવા દિવાળી અને નવું વર્ષ આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડયું છે. જાહેરનામા જણાવ્યું છે કે ફટાકડા ક્યાં, કેવા અને કયારે ફોડવા.
દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને અટકાવવા માટે સરકારે દિવાળી અને નવા વર્ષમાં ફટાકડા ફોડવા પર આંશિક પ્રતિબંધ લાદ્યો છે. પ્રદૂષણ ના લીધે વાતાવરણનું સંતુલન ખોરવાઈ જાય છે અને તેની સીધી અસર માનવજીવન પર ખૂબ જ થાય છે તેને ધ્યાનમાં રાખી ફટાકડા ફોડવા પર ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.
દિવાળીમાં સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ ફટાકડા ફોડવા પર ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડયું છે જેમાં રાત્રિના 8 વાગ્યાથી 10 વાગ્યાં સુધીમાં ફટાકડા ફોડવા પડશે જાહેર જગ્યાઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
પ્રદૂષણને અટકાવવા માટે ગુજરાત સરકારે ગ્રીન ફટાકડા અને માન્યતા મળેલી હોય તેવા ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત નવું વર્ષ અને ક્રિસમસમાં રાત્રે 11.55થી લઈને 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.
ફટાકડા ફોડવા ના લીધે ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી ફેલાઇ છે. આને અટકાવવા માટે ગ્રીન ફટાકડા અભિયાન્ક્ષિક સંશોધન સંસ્થાએ શોધ્યું છે કે આ ફટાકડા સામાન્ય ફટાકડા જેવા જ હોય છે. ગ્રીન ફટાકડા નો અવાજ સામાન્ય ફટાકડા જેવો જ હોય છે. પરંતુ સામાન્ય ફટાકડા કરતા 50 ટકા જેટલું પ્રદૂષણ ઓછું થાય છે જેમાં અલગ પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવે છે.
સામાન્ય ફટાકડા કરતા ગ્રીન ફટાકડા ફોડવાથી 50 ટકા જેટલું ધ્વનિ પ્રદૂષણ અને 50 ટકા જેટલું વાયુ પ્રદૂષણ ઓછું ફેલાવે છે. ગ્રીન ફટાકડાથી ધુમાડો ઓછો થાય અને નુકસાનકારક વાયુ ઓછો ઉત્પન્ન થાય છે. સાથે જ વાતાવરણમાં સુગંધ ફેલાઈ ઊઠે છે.
ગુજરાત સરકારે દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિવાળી, નવું વર્ષ અને ક્રિસમસમાં કેવા ફટાકડા ફોડવા જોઈએ તેની માહિતી જાહેરનામા દ્વારા બહાર પાડવામાં આવી છે.