૧) દીકરીઓની નહિ કરવી પડે ચિંતા…જાણો યોજના
જ્યારે આપણા ઘરમાં બાળકનો જન્મ થાય છે ત્યારે ખુશીઓનો માહોલ સર્જાય છે, તેની સાથે સાથે જ જવાબદારીઓ પણ એટલી જ ઉદ્દભવે છે. જેમાં પ્રાથમિક અભ્યાસથી લઈને ઉચ્ચ શિક્ષણ માટે અને લગ્નની માતા પિતાની જવાબદારી બનતી હોય છે. આવી જવાબદારીને ઓછી કરવા માટે સરકારે એક યોજના બહાર પાડી છે, વાહલી દિકરી યોજનાઆવા. મોંઘવારી ના સમયમાં સામાન્ય લોકો તેની જવાબદારી ઉઠાવી શકે તે માટે સરકાર સહાય કરે છે.\
આ સહાયનો લાભ ત્રણ હપ્તામાં આપવામાં આવશે જેમાં પ્રથમ હપ્તો દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે રૂપિયા 4 હજાર અને ધોરણ નવ માં આવશે ત્યારે રૂપિયા 6 હજાર મળશે. ત્યાર પછી છેલ્લો હપ્તો 18 વર્ષ બાદ જેમાં ઉચ્ચ શિક્ષણ માટે કે લગ્ન માટે 1 લાખ રૂપિયા મળશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી નજીકની આંગણવાડી પર જઈ ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ સંકલિત બાળ વિકાસ અધિકારીની ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. આ ફોર્મ દિકરીનો જન્મ થયા પછીના એક વર્ષમાં ભરવાનું રહેશે.ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે જેમાં જન્મ તારીખનો દાખલો, આવકનો દાખલો, માતા-પિતાનું ઓળખપત્ર, માતા-પિતાનું લગ્નનું સર્ટીફીકેટ, રેશનકાર્ડ, પાસબુક, ફોટા, ડોમીસાઈલ સર્ટીફીકેટ આપવાના રહેશે.
આ યોજનાનો લાભ જે દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક 2લાખ કે તેથી ઓછી હશે તેને જ મળવા પાત્ર રહેશે અને દીકરી 18 વર્ષ પહેલા મૃત્યુ પામે તો આ યોજનાનો લાભ મળશે નહીં.
૨) ”નો યોર ફાર્મર” યોજના જેમાં ખેડૂતોને15000નો સ્માર્ટ મોબાઈલ મળશે/ખરીદી શકશે.
ગુજરાત સરકારે ખેડૂતોને ખુશીના સમાચાર આપ્યા છે. જે વિસ્તારમાં સતત વરસાદના કારણે પાકનું નુકસાન થયેલ છે તેવા ખેડૂતનો સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ તેમને વળતર ચૂકવવામાં આવશે.જ્યારે ગુજરાત ડિજિટલ થઈ રહ્યું છે તેની સાથે સાથે ખેડૂતોને પણ ડિજિટલ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર જઈ રહી છે. ખેડૂતોને ડિજિટલ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂતો માટે “નો યોર ફાર્મર”યોજના બહાર પાડવા જઈ રહી છે. આ યોજનાનો લાભ ખેડૂતોને કઈ રીતે આપવામાં આવશે. ગુજરાતના કેટલા ખેડૂતોને લાભ આપવામાં આવશે.
“નો યોર ફાર્મર” યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ કરવામાં આવશે. આ ધિરાણ પર ખેડૂતોએ વ્યાજની ચુકવણી કરવી નહિ પડે. કો-ઓપરેટીવ બેંક માંથી ધિરાણ આપવામાં આવશે.
નો યોર ફાર્મર યોજના દ્વારા ખેડૂતો પણ મોંઘા સ્માર્ટફોન ખરીદી શકશે. આવા મોંઘા ફોન ખરીદવા માટે સરકાર ખેડૂતોને ધિરાણ આપશે અને ધિરાણ પર વ્યાજ પણ સરકાર ચૂકવશે. આ ધિરાણથી ખેડૂતો 15 હજાર સુધીના મોંઘા સ્માર્ટફોનની ખરીદી કરી શકશે. આ ફોનમાં ખેતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
આ યોજના દ્વારા ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિએ થતી ખેતી વિષે જાણકાર બનશે. અને ટેકનોલોજીનો ઉપયોગ કરતો થશે.આ યોજનાનો લાભ ખેડૂતો કો-ઓપરેટિવ બેન્ક પાસેથી ધિરાણ મેળવી અને સ્માર્ટફોનની ખરીદી કરી શક્શે. અને તેના પર વ્યાજ ચૂકવવાનું નહિ પડે કારણકે વ્યાજ સરકાર ભોગવશે. આ લાભ ગુજરાત રાજ્યના એક લાખ ખેડૂતોને આપવામાં આવશે.
3) PM કિસાન/ખેડૂતો માટે ખુશ ખબર ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે આ લાભ મેળવવા શું કરવું પડશે જાણી લ્યો
કેન્દ્ર સરકાર ખેડૂતોનો વિકાસ અને આર્થિક સહાય પૂરી પાડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તા માં રૂપિયા 6000 આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 9 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે. હવે પછી ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાની રકમ જમા કરવામાં આવશે. આવી જ એક યોજના સરકાર લઈને આવી છે
જેમાં ખેડૂતોને માસિક 3000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે તો ચાલો જાણીએ આ યોજનાનો લાભ મેળવવા શું કરવું જોઈએ.
આ યોજનાનું નામ પીએમ કિસાન માન ધન યોજના છે યોજનાનો મુખ્ય ધ્યેય નાના અને સીમાંત ખેડૂતો આજીવિકા માટે કોઈ સાધન ન હોય અને તેમના ખર્ચ માટે નજીવી બસત ન હોય તે કિસ્સામાં તેમના વૃદ્ધાઅવસ્થાના સમયમાં આ યોજના આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે તે હેતુથી સરકારે 12/09/2019 ના રોજ વડાપ્રધાન કિસાન માન ધન યોજના અમલમાં મુકવામાં આવી છે.
પીએમ કિસાન માન ધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન સૂકવવામાં આવશે. મહત્વની વાત એ છે કે જો તમે પીએમ કિસાનમાં એકાઉન્ટ ધારક છો, તો આપને કોઈ કાગળની કાર્યવાહી કરવી પડશે નહીં. સીધુજ પીએમ કિસાન માન ધન યોજના માં રજીસ્ટ્રેશન કરાવી શકશો.
પીએમ કિસાન માન ધન યોજના ની વેબસાઇટ ઉપરથી મળતી માહિતી મુજબ ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન આપવામાં આવશે તે પહેલા ખેડૂતોએ દર મહિને નજીવી રકમ નો રોકાણ કરવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ. ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયાનો રોકાણ કરી શકે છે જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષ પુરી થશે ત્યારબાદ ઓછામાં ઓછા 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
જો તમે પીએમ કિસાન માન ધન યોજના માં રજીસ્ટેશન કરાવવા ઈચ્છતા હોય ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેમાં,
આધાર કાર્ડ
ઓળખ પત્ર
આવકનો દાખલો
ખેતી નો દાખલો
પાસબુક
ઉંમર નું પ્રમાણપત્ર
મોબાઇલ નંબર અને
પાસપોર્ટ સાઈઝનો ફોટો
આ યોજનામાં રજીસ્ટર ખેડૂતની ઉંમર મુજબ દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા રોકાણ કરવું પડશે. પીએમ કિસાન માન ધન યોજના કૌટુંબિક પેન્શન ની પણ જોગવાઈ કરી છે જેમાં ખાતાધારક ના મૃત્યુ બાદ તેમના જીવનસાથીને 50 ટકા પેન્શન આપવામાં આવશે. કુટુંબીક પેન્શન યોજનામાં માત્ર પતિ-પત્નીનો જ સમાવેશ કરવામાં આવે છે.
નીચેના ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળી શકે.
બધા વ્યક્તિઓ કે જેમણે પાછલા વર્ષમાં આવક વેરો ભરેલ હોય
ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય
પૂર્વ કે પહેલા મંત્રીઓ/રાજ્યના પ્રધાનો અને લોકસભા/રાજ્યસભા/વિધાનસભા/મહાનગરપાલિકામાં રઈ ચૂકેલા મેયર વગેરે પદ પરથી ચૂંટાયેલા સભ્ય
રાષ્ટ્રીય પેન્શન યોજના , કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ યોજના વગેરે જેવી અન્ય કોઈપણ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલા એસ.એમ.એફ.
મજૂરી અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત વડા પ્રધાન શ્રમ યોગી માન ધન યોજના ની પસંદગી કરનારા ખેડૂતો.
4) ધોરણ 1 થી 12 વર્ગો આજથી શરૂ
કોવિડ 19 વાઇરસ આવવાથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય 20 માર્ચ 2020 થી બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાની 3 વેવની અસર ઓછી જણાતા સતત બે વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં ધોરણ 1 થી 5 ના બાળકો શાળાએ જઈ શિક્ષણ મેળવી શક્યા નથી જેને લઈને સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર ની ગાઈડલાઈનું પાલન કરી શાળામાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાનું રહેશે.
જયારે ધોરણ 6 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થતા આજથી બીજા સત્રનો પ્રારંભ થયો છે તેની સાથે જ 20 મહિના થી બંધ પડેલા ધોરણ 1 થી 5 ના વર્ગોમાં આજે ફરી બાળકોના મધુર અવાજો સંભળાય છે. બાળકોના ખિલખિલાટ અને મધુર અવાજ સાથે ધોરણ 1 થી 5 વર્ગોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓ એ સરકારની ગાઇડ લાઇનું પાલન કરવાનું રહેશે.
શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીની હાજરી મરજીયાત રહેશે.
જે વિદ્યાર્થી સ્વેચ્છાથી પ્રત્યક્ષ શિક્ષણ માં જોડાવા ન માગતા હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.
પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે બાળકોના વાલી પાસેથી લેખિત સંમતિ પત્ર મેળવવાનું રહેશે.
વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ રહેવું જોઇએ.
વર્ગખંડમાં 50 % વિદ્યાર્થીઓને એકાંતરે બોલાવવામાં આવશે.
શિક્ષણ વિભાગના નિર્ણય ગુજરાત રાજ્યની 931 પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના 1.30 લાખ વિદ્યાર્થી માટે ઓફ લાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવ્યું કે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનનું શાળાએ પાલન કરવાનું રહેશે.
દરેક વિદ્યાર્થી અને શિક્ષકોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને એસ. ઓ. પી તેમજ અન્ય નિયમનું પાલન કરવાનું રહેશે.
કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી, શિક્ષક કે અન્ય સ્ટાફ્ને શાળાએ ન આવવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગની એસ.ઓ.પી.માં જણાવાયુ છે.