POLICE

PSI અને લોકરક્ષક ભરતી બોર્ડ માં ખાલી પડેલી 10459 જગ્યા પર ઓનાઈન અરજી મંગાવવામાં આવી હતી તેની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવેલી છે.PSI અને લોકરક્ષક દળના ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ઉત્સાહ અને જુસ્સો બતાવવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સાબરકાંઠા, સુરતના કામરેજ, અમરેલી, ભરૂચ અને જામનગર જિલ્લામાં દોડની પ્રેક્ટિસ માટે મેદાન ફાળવવામાં આવ્યા છે.

પીએસઆઇ અને લોકરક્ષક દળ એમ બંનેમાં ભરેલા ફોર્મ માટે ઉમેદવારોએ શારીરિક કસોટી એક વખત જ આપવાની રહેશે. પરંતુ પીએસઆઇ માટે 50 ગુણ અને કોસ્ટેબલ માટે 25 ગુણ દોડના નિયમ મુજબ ગણવામાં આવશે. જેની નોંધ ઉમેદવારોએ લેવી. આવતી 3 ડિસેમ્બર ના રોજ શારીરિક કસોટીની શરૂઆત થવાની છે અને રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં.

OJAS ની વેબસાઈટ પરથી 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. કોલ લેટરમાં જણાવેલ જે તે સ્થળ, તારીખ અને સમયે હાજર થવાનું રહેશે સાથે કોલ લેટર ની પ્રિન્ટ રાખવાની રહેશે. વધુ માહિતી માટે ojas વેબસાઇટ પર આપવામાં આવશે

ગુજરાતમાં ઘણા સમય બાદ લોક રક્ષક દળ માં 10 હાજરથી વધુ જગ્યા માટે ભરતી કરવામાં આવી છે. તેને શારીરિક કસોટી 3 ડિસેમ્બર ના રોજ શરૂ થવાની છે. તેની તૈયારી ઘણા ઉમેદવારો ગામડાઓમાં રહીને ખેતરમાં ગ્રાઉન્ડ બનાવીને કે પછી રોડને ગ્રાઉન્ડ સમજીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ માં થી બચવા માટે અને ઉમેદવારોને દોડની સારી રીતે પ્રેકટીસ થઇ શકે તે માટે સાબરકાંઠા, અમરેલી, ભરૂચ, સુરતના કામરેજ અને જામનગરમાં ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે જેનો લાભ ઉમેદવારોએ વધુમાં વધુ લેવો.

અમરેલી જિલ્લામાં પ્રેક્ટિસ માટે કુલ 6 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે ઉમેદવારોને વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા ઇચ્છતા ઉમેદવારોએ તારીખ 21 નવેમ્બરના રોજ સવારના 6.30 થી 9 વાગ્યા સુધીમાં મેદાન પર જઈએ નોંધણી કરાવવાની રહેશે નોંધણી સમયે ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ સાથે રાખવાની રહેશે.

અમરેલીમાં અપાયેલા 6 મેદાનનું સ્થળ અને કોન્ટેક નંબર આ મુજબ છે
1) અમરેલી સમર્થ વ્યાયામ મંદિર
સિધ્ધરાજસિંહ બી. જાડેજા
મોબાઇલ નંબર 9714727347
જાહિદભાઈ એસ. જુનેજા
મોબાઈલ નંબર 9426852754

2) લાઠી પોલીસ લાઈન ગ્રાઉન્ડ
અસ્મિતાબેન બી. જલાલજી
મોબાઇલ નંબર 9408113151
ભૂમિબેન એસ. નાગલા
મોબાઇલ નંબર 7567804573

3) બાબરા કમળશી હાઈસ્કુલ ગ્રાઉન્ડ
હર્ષદભાઈ પી. ડાભી
મોબાઇલ નંબર 9898753705
રાજેશભાઈ જી. રાઠોડ
મોબાઇલ નંબર 9824932127

4) સાવરકુંડલા કે કે પારેખ હાઇસ્કુલ ગ્રાઉન્ડ
સુરેશભાઈ એ. મકવાણા
મોબાઇલ નંબર 9979083009
નવીનભાઈ વી. બારૈયા
મોબાઇલ નંબર 5811721604

5) રાજુલા નોબલ વર્લ્ડ સ્કૂલ, ખંભાળિયા
સંજયભાઈ કે. ઘાઘવ
મોબાઇલ નંબર 9106657032
તરૂણાબેન એમ. સરીખડા
મોબાઇલ નંબર 6355808484

6) જાફરાબાદ નવરચના ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ગ્રાઉન્ડ
શક્તિસિંહ જે. સરવૈયા
મોબાઇલ નંબર 9924133960
કનુભાઈ સી. બાંભણિયા
મોબાઇલ નંબર 7623919724
ભાવનગર અને વલસાડ જીલ્લામાં પણ ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી ઝડપથી વ્યવસ્થા કરવામાં આવશે

શિક્ષણ વિભાગ/ ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨ ની પેપર પધ્ધતિ બદલાય, લાખો વિદ્યાર્થીને ફાયદો

શિક્ષણ વિભાગ તરફથી ધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા પદ્ધતિનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે, પોતાની કારકિર્દી ઘડી શકે, ભવિષ્યમાં વિદ્યાર્થીને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને ધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભુપેન્દ્ર પટેલ ની સરકારે ધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહના લાખો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નો ની સંખ્યા વધારવામાં આવી છે અને વર્ણનાત્મક પ્રશ્નોની સંખ્યા ઘટાડવામાં આવે છે.જૂની પરીક્ષા પદ્ધતિમાં ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને ૮૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો અને વર્ણાત્મક પ્રશ્નોની સંખ્યામાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે આ વર્ષ માટે ધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે. બોર્ડના વિદ્યાર્થીઓનો રોષે ઓછો કરવા સિલેબસ ઘટાડવાના બદલે સરકારે નવી પદ્ધતિ અપનાવી છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧–૨૦૨૨ માં ધોરણ ૧૦ અને ૧૨ જુલાઈ માસથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. છ માસિક પરીક્ષા પણ નિયત સમયે ઓફલાઈન લેવામાં આવી છે. હવે રાજ્યના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો પ્રભાવ પાડી શકે, પોતાની ઉજજવળ કારકિર્દી ઘડવા સાનુકૂળ વાતાવરણ બની રહે તેમજ અભ્યાસ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તણાવ ઘટે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૨૯.૭૫ લાખ વિદ્યાર્થીઓને લાભ થશે. વિદ્યાર્થીઓ આનંદથી અને તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણય ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧–૨૦૨૨ માટે જ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં ૫૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG ગેસમાં રૂપિયા 266 વધારો જાણો સિલિન્ડર નો ભાવ કેટલો

દિવસેને દિવસે મોંઘવારી માથું કાઢતી જાય છે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારાથી આમ જનતા પરેશાન છે ત્યારે એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. તહેવારો નજીક આવતા જ મોંઘવારી વધી રહી છે.

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં 1 નવેમ્બર ના દિવસે રૂપિયા 266 નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂપિયા 2000.50 થઈ ગયો છે. આ પહેલા 1 ઓક્ટોમ્બર માસમાં વધારો થયો હતો. દિલ્હીમાં 19.2 કિલોનાં સિલિન્ડરનો ભાવ રૂપિયા1734.50 હતી જે 1 નવેમ્બરનાં રોજ વધીને 2000.50 રૂપિયા થઈ હતી આમ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માં 266 રૂપિયાનો વધારો થયો છે. કોલકત્તામાં રૂપિયા 2073.50 અને મુંબઈમાં 1950 રૂપિયા થઈ ગયા છે. મહત્વનું છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરમાં વધારો કરવામાં આવ્યો નથી.

ગુજરાતમાં એલપીજીની કિંમત મુખ્યત્વે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે વૈશ્વિક ક્રૂડ ઈંધણના દરોના આધારે માસિક ધોરણે ફેરફારને પાત્ર છે. ક્રૂડ ઓઈલના વધારાને કારણે ગુજરાતમાં એલપીજીના દરમાં વધારો થાય છે અને તેનાથી ઊલટું. એલપીજી એક સલામત અને રંગહીન ગેસ છે અને તેથી તેનો ઉપયોગ સ્થાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ જ વધી ગયો છે. ભારત સરકાર હાલમાં સમાજના ઓછી આવક ધરાવતા વર્ગને સબસિડીવાળા દરે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા) ગુજરાતમાં પ્રદાન કરે છે. સબસિડીની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં, ભારતમાં રાંધણ ગેસ મોટાભાગના લોકો માટે સરળતાથી ઉપલબ્ધ છે.

ગુજરાતમાં 1નવેમ્બરનાં રોજ ભાવમાં સામાન્ય ફેરફાર થતો જોવા મળ્યો છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘરેલુ ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરના (14.2 કિલોગ્રામ) ભાવો જેમાં અમદાવાદ અને અમરેલી 913.50, ગાંધીનગર 907.50, ભાવનગર 905.50, રાજકોટ 920.50, સુરત 905, આણંદ અને ભરૂચ905.50, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ 918.50, જામનગર 912, મોરબી 922.50, નર્મદા 920.50, નવસારી 914, પાટણ915.50, વડોદરા 905.50, વલસાડ 919 અને પંચમહાલમાં 915.50 રૂપિયા થયા છે.

ગુજરાતમાં પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરમાં ફેરફાર થતો હોય છે આ ફેરફાર સામાન્ય રીતે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને દર મહિને ભાવમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *